ETV Bharat / state

મોરબીમાં મચ્છુ 2 ડેમનો મેથેમેટીક અને ટોકોગ્રાફિક સર્વે શરૂ - mathematic survey

મોરબી શહેર અને ગ્રામ્ય પંથકની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં મેથેમેટીક અને ટોકોગ્રાફિકની કામગીરી ચાલી રહી છે. આ સર્વે ચોમાસામાં પાણીની વધુ આવક અને ઉનાળા દરમિયાનની પાણીના જથ્થાની સ્થિતી વિશે માહિતી આપશે.

મોરબી
મોરબી
author img

By

Published : Mar 14, 2021, 1:50 PM IST

Updated : Mar 14, 2021, 2:42 PM IST

  • સીલેવલ થી FR લેવલ સુધી કરવામાં આવશે ચેકિંગ
  • ભવિષ્યમાં પાણીના સંગ્રહનું આયોજન કરી શકાશે
  • ચોમાસામાં વધુ આવકને પગલે ડેમની સાચી સ્થિતિ જાણી શકાશે

મોરબી: શહેર અને ગ્રામ્ય પંથકની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં પુરતો જળ જથ્થો છે અને ચોમાસા સુધી ચાલે તેટલો પાણીનો સંગ્રહ હજુ પણ જોવા મળે છે દરમિયાન મચ્છુ 2 ડેમમાં સર્વે માટેની ટીમો મોરબી આવી પહોંચી છે અને વિવિધ સર્વે કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો: રાજકોટની જીવાદોરી સમાન આજીડેમને ફરી નર્મદાના નિરથી ભરવામાં આવશે

સીલેવલ થી FR લેવલ સુધી કરવામાં આવશે ચેકિંગ

સર્વે કરનાર ટીમના વીરેન્દ્રસિંહ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મચ્છુ 2 ડેમમાં હાલ મેથેમેટીક અને ટોફોગ્રાફિક સર્વે કામગીરી ચાલી રહી છે. જેમાં પાણી લેવલ ચેક કરવામાં આવે છે તેમજ સી લેવલથી FR લેવલ સુધી ચેકિંગ કરાય છે, જેનો ફાયદો એ છે કે ડેમમાં કેટલા લેવલ સુધી પાણી છે તેમજ ભવિષ્યમાં પાણી સંગ્રહ માટે પણ યોગ્ય આયોજન કરી શકાય છે.

ચોમાસામાં વધુ આવકને પગલે ડેમની સાચી સ્થિતિ જાણી શકાશે

મોરબીના મચ્છુ 2 ડેમમાં પુરતો જળ જથ્થો છે, જો કે ભવિષ્યના પ્લાનિંગ માટે આ સર્વે ઉપયોગી સાબિત થઇ સકે છે સાથે જ ચોમાસામાં ઉપરવાસની વધુ આવકને પગલે ડેમ તૂટવાની સંભાવનાને પણ ધ્યાને લઈને યોગ્ય ગણતરી કરીને ડેમ તૂટવા જેવી સ્થિતિથી બચી સકાય છે તેમ સર્વે કરનાર ટીમના સભ્યે જણાવ્યું હતું.

આ પણ વાંચો: મોરબી જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ, ખેતરોમાં નુકસાન

Last Updated : Mar 14, 2021, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.