મોરબીઃ જિલ્લાના માળીયાના ઘાંટીલા ગામે જુગાર રમતા 8 પત્તાપ્રેમી ઝડપાયા હતા. માળિયા તાલુકાના ઘાંટીલા ગામે ખંઢેર મકાનમાં જુગારની બાતમી મળતા માળીયા પોલીસે દરોડો કરીને જુગાર રમતા 8 પત્તાપ્રેમીઓને ઝડપ્યા હતા.
માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઘાંટીલા ગામે આરોપી વિનોદભાઈ ધનજીભાઈ ભોજીયાના ખંઢેર મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા માળીયા પોલીસે દરોડો કર્યો હતો.
જેમાં જુગાર રમતા વિનોદભાઈ ઘનજીભાઈ ભોજીયાં, હરીલાલ શિવલાલ ઉભડીયા, રમેશભાઈ બાબુભાઈ ભોજીયા, અસ્વીનભાઈ રાઘવજીભાઈ જેતપરિયા, અબ્દુલભાઈ હુશેનભાઈ ચાનિયા, ગીરીશભાઈ ભુરજીભાઈ ઉભરીયા, કમલેશભાઈ વેલજીભાઈ સબાપરા અને મનહરભાઈ દેવજીભાઈ સદાપરાને રોકડ રકમ રૂપિયા 74,150 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.