મોરબીના સામાકાંઠે આવેલ રોટરીનગરમાં રહેતા પૂર્ણિમાબેન જાની પોતાના ઘરે હતા ત્યારે 2 અજાણ્યા શખ્સોએ પૂર્ણિમાબેનના હાથમાં પેહરેલી સોનાની બંગડીઓ ચમકાવી દઈશું જેવો વિશ્વાસ આપ્યો હતો.
ફરિયાદી પૂર્ણિમાબેન પાસે વાટકો તથા હળદર મંગાવતા તેઓ ઘરમાં જતા બંને અજાણ્યા આરોપીઓ ફરિયાદીની 5 તોલાની 50 ગ્રામ કીમત રૂ,50,000ની મત્તા લઈ ફરાર થઈ ગયા હતા. જ્યાં છેતરપીંડી કરી લઇ ગયા હોવાની ફરિયાદ પૂર્ણિમાબેને મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે. તો મોરબી બી ડીવીઝન પોલીસે મહિલાની ફરિયાદ નોંધી વધુ તપાસ PSI બી યુ સોઢા ચલાવી રહ્યા છે.