ETV Bharat / state

મોરબી ભારે વરસાદથી મચ્છુ ૧ ડેમ ઓવરફલો, 22 ગામો એલર્ટ - Machchhu River

રાજ્યના હવામાન વિભાગે શુક્રવારથી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી હતી. મોરબી જિલ્લામાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને શહેર સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

મચ્છુ ૧ ડેમ થયો ઓવરફલો
મચ્છુ ૧ ડેમ થયો ઓવરફલો
author img

By

Published : Oct 19, 2020, 10:55 AM IST

  • કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા
  • મચ્છુ ૧ ડેમમાં નવા નીર આવ્યા
  • મોરબી અને વાંકાનેર તાલુકાના ૨૨ ગામોને એલર્ટ કરાયા

મોરબી: હવામાનમાં આવેલા પલટા બાદ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. હળવદના રણકાંઠા વિસ્તાર સહિત માળીયા પંથકના અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી માવઠાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને તૈયાર પાકને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.

મોરબીના શનાળા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી

મોરબી જિલ્લામાં મોરબી ૩૪ MM, ટંકારા ૨૧ MM અને માળિયામાં ૩૦ MM વરસાદ રાત્રીના ૧૦ વાગ્યા સુધીમાં વરસ્યો હતો. તેમજ ધોધમાર વરસાદ વરસતા રાજમાર્ગો પાણી પાણી થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. મોરબીના શનાળા રોડ પર પાણી ભરાવાના કારણે અનેક વાહનનો બંધ થતાં વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. મોરબી જિલ્લામાં ભારે વરસાદ સાથે જ મચ્છુ ૧ ડેમમાં નવા નીર આવ્યા હતા. મચ્છુ ૧ ડેમ ૦.૦૭ ફૂટે ડેમ ઓવરફલો થયો હતો.

મોરબીના આસપાસના 22 ગામોને એલર્ટ કરાયા

મોરબી અને વાંકાનેર તાલુકાના ૨૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમાં મોરબી તાલુકાના અદેપર, લખધીરગઢ, લીલાપર, મકનસર તો વાંકાનેર તાલુકાના ધમલપર, ઢુંવા, ગારીયા, હોલમઢ, જાલસિકા, કેરાળા, લુંણસરિયા, મહિકા,પાજ, પંચાસર, પંચાસરિયા, રાણકપર,રસિકગઢ, રાતીદેવડી, સોભલા, વધાસિયા,વાંકાનેર વાંકીયા સાહિતના ગામોને કરવામાં એલર્ટ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.