મોરબીના રોટરીનગર વિસ્તારના રહેવાસી પ્રહલાદસિંહ ખોડુભા ઝાલા નામના જાગૃત નાગરિકએ માર્ચ મહિનામાં નિવાસી અધિક કલેકટરને રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી શહેરની સ્ટ્રીટ લાઈટ દિવસ દરમિયાન ચાલુ રહે છે તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજ બંધ હોવા અંગે રજૂઆત કરી હતી. આ ફરીયાદ પાલિકાના ચીફ ઓફિસર, જિલ્લા કલેકટર ઉપરાંત ઉચ્ચ કક્ષાએ કરેલ છે .પરંતુ મોરબીમાં 24 કલાક ચાલુ રહેલી લાઈટો અધિકારીઓ કે પદાધિકારીઓને દેખાતી ના હોય તેમ લાગી રહ્યુ છે.
વિજળીનો વ્યય થાય છે તે જોઇને જાગૃત નાગરિકો દુ:ખની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે પાલિકા તંત્રને ક્યારે શરમ આવશે અને વિજળીનો વ્યય અટકશે તેવા સવાલો પણ ઉઠી રહયા છે