મોરબીના ધરમપુર ગામના રહેવાસી કારોડીયા રમણીકભાઈ ધનજીભાઈના અલગ-અલગ ત્રણ બેંક એકાઉન્ટમાંથી 31-03-19ના રોજ PAYTM કસ્ટમર કેરના નામે મોબાઈલમાં ડિસ્ક પીસી કનેક્ટ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ત્રણ બેંક એકાઉન્ટમાંથી રૂ 27,100ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી.
જે બનાવ અંગે બેન્કમાંથી કોઈ પરિણામ ના મળતા ભોગ બનનારે પોલીસની મદદ માંગી હતી જે સંદર્ભે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ LCB ,PI વી બી જાડેજાની ટીમ તપાસ હાથ ધરીને UPI ટ્રાન્ઝેકશનની માહિતી મેળવી રૂપિયા PAYTM વોલેટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ટેકનીકલ ટીમ દ્વારા ઓનલાઈન ફ્રોડમાં વપરાયેલ PAYTM વોલેટ ડેબીટ ફ્રીઝ કરવા અને ફ્રોડમાં ગયેલ નાણા પરત મેળવવા ટેકનોલોજીનો ઉપયોગ કરીનીએ ગયેલ પુરેપુરી રકમ રૂ 27,100 રમણીકભાઈના ખાતામાં પરત અપ્યા છે. તો આ કામગીરીમાં lCB ટીમના ટેકનીકલ સેલના પીએસઆઈ એ ડી જાડેજા, સંજયકુમાર પટેલ, રજનીકાંત કૈલા અને અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમ રોકાયેલ હતી