મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ .કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.આઈ. વી.બી.જાડેજાની સૂચનાથી એલ.સી.બી. ટીમના ભગીરથસિંહ ઝાલા અને પૃથ્વીરાજસિંહ જાડેજાને ટંકારા તાલુકાના વીરવાવ ગામે આવેલી રવિરાજસિહ જાડેજાની વાડીની ઓરડીમાંથી દારૂનો જથ્થો ગાડીમાં ભરીને હેરફેરની બાતમી મળી હતી.
આ બાતમી મળતા એલ.સી.બી. ટીમે દરોડો પાડ્યો હતો. બાદમાં ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-2988 કિંમત રૂ.12,00,000 તથા ઈનોવા કાર GJ01 KD 3737 કિંમત રૂ.5,00,000 સહિત કુલ કિંમત રૂ.17,00,000નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ આરોપી રવિરાજસિંહ જગતસિંહ જાડેજા અને ભૂપત દેવજીભાઈ કુંભારવાડીયા હાજર મળી ન આવતા તેની વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ દારૂ 31stની ઉજવણી માટે લઇ આવવામાં આવ્યો હોવાની માહિતી પણ મળી હતી.
મોરબી એલ.સી.બી. ટીમની આ કામગીરી પી.આઈ. વી.બી.જાડેજા, વિક્રમસિંહ બોરાણા, ઈશ્વરભાઈ કલોતરા, ભગીરથસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા અને ફૂલીબેન તરાર એ કરી હતી.