ETV Bharat / state

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ડાક પાર્સલની આડમાં લઇ જવાતો લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો - Morbi Police

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ગત રાત્રીના ડાક પાર્સલની આડમાં દારૂ ભરેલી આખી ટ્રક પસાર થવાની બાતમીને પગલે આર આર સેલ ટીમે વોચ ગોઠવી હતી અને ઈંગ્લીશ દારૂ ભરેલ આખી ટ્રક ઝડપી લઈને 24 લાખથી વધુના દારૂ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ડાક પાર્સલની આડમાં લઇ જવાતો લાખોનો દારૂ ઝડપાયો

author img

By

Published : Jan 16, 2021, 7:40 PM IST

  • વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઝડપાઈ દારુની ખેપ
  • ડાક પાર્સલની આડમાં લઇ જવાતો હતો દારુ
  • 24 લાખથી વધુનો દારુ સહિતનો મુદ્દામાલ જપ્ત
  • મહારાષ્ટ્રથી રાજકોટ દારૂ ભરેલ ટ્રક જતી હતી

રાજકોટઃ બનાવની મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રથી રાજકોટ દારૂ ભરેલી ટ્રક નીકળી હોવાની બાતમી મળી હતી. જેને પગલે રેંજ આઈજી સંદીપસિંહની સૂચનાથી આર આર સેલના રીડર શાખાના પીઆઈ એમપી વાળાની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી હતી. ત્યારે મોડી સાંજના સુમારે પસાર થતું બંધ કન્ટેનર ટ્રક જીજે એમએચ 46 બીએમ 0169 પસાર થતાં આંતરી લીધું હતું.

  • ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતાં પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો
    ટ્રકની તલાશી લેતા ડાક પાર્સલ લખેલ જોવા મળ્યું હતું. જેનું સીલ ખોલીને તપાસ કરતા બંધ કન્ટેનરમાંથી વિદેશી દારુની વિવિધ બ્રાંડની ઈંગ્લીશ દારૂની 539 પેટી જેમાં કુલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 6468 કીમત રૂ. 24,49,140 અને ટ્રક સહિત 39,53,340ની કિંમતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરીને કન્ટેનર ચાલક રઘુવીરસિંગ રામેશ્વરલાલ બિશ્નોઈ રહે સીરસા હરિયાણાવાળાને ઝડપી લેવાયો છે.
  • કોને મંગાવ્યો હતો તે દિશામાં તપાસ શરુ
    આટલા જંગી જથ્થામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો કોણેે મંગાવ્યો હતો અને રાજકોટમાં કોને સપ્લાય કરવા જતો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ ચલાવી છે. હાલ લાખોનો મુદામાલ અને આરોપી વાંકાનેર તાલુકા પોલીસને સોપીને ગુનો નોંધી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.