ETV Bharat / state

Morbi Crime: પ્રેમનો કરુણ અંજામ, પ્રેમિકાએ પ્રેમી સાથે મળીને બીજા પ્રેમીની હત્યાનો કારસો રચ્યો

મોરબીના વાંકાનેરમાં પ્રેમિકાએ પ્રેમી સાથે મળીને તેના એક સંતાનના પિતા એવા બીજા પ્રેમીની હત્યા કરી હતી. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 1:48 PM IST

Morbi Crime
Morbi Crime

મોરબી: પ્રેમી અને પ્રેમિકા વચ્ચે અન્ય પ્રેમી નડતરરૂપ બનતા બંનેએ સાથે મળીને યુવાનને હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે પ્રયાસો કર્યા હતા. પણ ફોરેન્સિક પીએમમાં હત્યા થઇ હોવાનું બહાર આવતા વાંકાનેર સીટી પોલીસે તપાસ કરતા પ્રેમીએ પ્રેમિકા સાથે મળીને પ્રેમીની જ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. જે મામલે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું હતી ઘટના: બનાવની મળતી વિગત મુજબ વાંકાનેરના જાલી ગામે રહેતા ચોથાભાઇ રંગપરાએ આરોપી અને એક યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમના પરણિત ભાઈ અને એક સંતાનના પિતા પાચાભાઇ રંગપરાને યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. પણ યુવતીને આરોપી ધનજી સાથે પ્રેમ સંબંધ હોય પાચાભાઇ આ પ્રણય ત્રિકોણમાં નડતરરૂપ બનતા બન્ને આરોપીઓએ તેમનું કાસળ કાઢવાનો પ્લાન ઘડ્યો હતો.

હત્યાને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ: 24 ઓક્ટોબરના રોજ બપોરના સમયે ફરિયાદી ચોથાભાઇને આરોપી ધનજીનો ફોન આવ્યો હતો. ચોથાભાઇ ઘટના સ્થળે પહોંચતા પાંચાભાઇ બેભાન અવસ્થામાં હોય અને તેમના મોંઢામાંથી લોહી નીકળતું હોય એ સમયે બંને આરોપીઓ ઘટના સ્થળે હાજર હતા. તેમણે એવું કહ્યુંકે પાંચાભાઇએ દવા પી લીધી હતી. જેથી વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં પાંચાભાઇને સારવાર માટે લઈ ગયા હતા અને ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

PM રીપોર્ટમાં ખુલાસો: મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ એવું સામે આવ્યું હતું કે, પાંચાભાઇની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આમ બંને આરોપીઓએ બનાવટી કથા ઘડી કાઢી યુવાનની હત્યા નીપજાવી હતી. જે બાદ મૃતકના ભાઈને ખોટી વાત કરીને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરાર આરોપીને ઝડપવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  1. Vadodara Crime : લિવ ઇનમાં રહેતી મહિલાની હત્યા બે પ્રેમીઓએ ભેગા મળી કરી
  2. Morbi Crime News: પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની કરી હત્યા, પોતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.