ETV Bharat / state

Morbi Jhulta Bridge Tragedy Case : મોરબી ઝુલતા પુલ બ્રિજ દુર્ઘટના કેસમાં નગર સેવકોએ પાલિકાને સુપર સીડ કરવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2023, 3:37 PM IST

મોરબી બ્રિજ દુર્ઘટના પગલે મોરબી નગરપાલિકાને સુપર સીડ જાહેર કરવામાં આવી હતી. નગર સેવકોએ આ નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ સાથે જ હાઇકોર્ટે આ મુદ્દે સરકાર પાસે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે.

Etv Bharat
Etv Bharat

અમદાવાદઃ મોરબી ઝુલતા પુલ બ્રીજ દુર્ઘટનામાં 135થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના પછી હાઇકોર્ટ દ્વારા સુઓમોટો લઈને આ કેસની કાર્યવાહી આગળ ચલાવવામાં આવી હતી. જેમાં કાર્યવાહી દરમિયાન હાઇકોર્ટના આદેશ પ્રમાણે રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાની સુપરસીડ કરાઈ હતી.

નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવી હતી : મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવતા રાજ્ય સરકારના આ નિર્ણયને હવે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. મોરબી નગરપાલિકાના નગરસેવકો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં નગરસેવકોએ આ નિર્ણયને કાયદાની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગરનો ગણાવવામાં આવ્યો છે. આ સાથે જ હાઇકોર્ટમાં આ મુદ્દે દ્વારા સરકાર પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. આ કેસની વધુ સુનાવણી સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરવામાં આવશે.

135થી વધું લોકોના મોત નિપજ્યા હતા : મોરબી પુલ દુર્ઘટનામાં 135થી વધુ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનાને પગલે મોરબી નગરપાલિકા સામે સવાલો ઉઠ્યા હતા. જેમાં તપાસ રિપોર્ટમાં પણ મોરબી નગરપાલિકાના મુખ્ય અધિકારીએ સામાન્ય બોર્ડની પૂર્વ મંજૂરી વગર આ કરાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હાઇકોર્ટના ડાયરેક્શન બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લઈને આખી મોરબી નગરપાલિકાને સુપરસીડ જાહેર કરવામાં આવી હતી.

સુપર સીડ કરવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો : મોરબી દુર્ઘટનાના તપાસ કરવામાં આવ્યો હતો એ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, મોરબી નગરપાલિકાના મુખ્ય અધિકારીએ સામાન્ય બોર્ડની પૂર્વ મંજૂરી વગર આ કરાર કરવો જોઈતો ન હતો. મોરબી પાલિકાના મુખ્ય અધિકારી તથા ઉપપ્રમુખ કરાર મુદ્દે કોઇપણ ખાસ બાબતો ધ્યાનમાં નથી રાખી તેમજ ટેકનીકલ લાભ પોતાના જાણકારોના સૂચન વગર આ સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ સમારકામ શરૂ કર્યું તેના પહેલા મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરની પણ તપાસ કરવામાં આવી ન હતી.

શું હતો સમગ્ર મામલો : મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝુલતા પુલનું રીનોવેશન ઓરેવા કંપનીએ રુપિયા 2 કરોડના ખર્ચે કરી હતી. રીનોવેશન બાદ 26 ઓક્ટોબરથી મોરબીનો ઝુલતોપુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ આ પુલની 12 થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી પણ આપવામાં આવી હતી જોકે આ પુલ પાંચ દિવસની અંદર તૂટ્યો હતો અને 135 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

  1. Morbi suspension bridge disaster: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી, કેસ પર પૂર્ણ વિરામ નહીં મુકાય - હાઈકોર્ટ
  2. Morbi Bridge Collapse Case: પુરાવા નથી તેવો જવાબ આપતા SIT એ રીપોર્ટ મોકલ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.