- પ્રેમિકાના પતિને તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા
- આરોપી પીન્ટુએ હત્યા કરી હોવાની ફરિયાદ
- મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
મોરબીઃ ઉંચી માંડલ પાસે આવેલા કારખાનાની ઓરડીમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાના પતિને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. તાજેતરમાં મોરબીમાં વારંવાર પ્રેમી-પ્રેમિકાની હત્યાની ઘટના સામે આવતી જોવા મળી રહી છે. આ અંગે મોરબી પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ ભરૂચઃ વાલિયાના રામપરા ગામે પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી
જયેશભાઈ બાબુભાઈ ભાભોરે મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી હતી
મોરબીના ઉંચી માંડલ નજીક આવેલા અંબાણી વીટરીફાઈડ કારખાનાની મજૂર ઓરડીમાં રહેતા વિજયભાઈના પત્ની સાથે આરોપી પીન્ટુ નામના માણસને પ્રેમ સંબધ હતો. આ પ્રેમીએ પ્રેમિકાના રૂમમાં પ્રવેશ કરી કોઈપણ તિક્ષ્ણ હથિયાર વડે પ્રેમિકાના પતિ વિજયભાઇના માથામાં તથા મોઢામાં ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હતી. આ હત્યા થઇ હોવાની ફરિયાદ મૃત્યુ પામેલા વિજયભાઈના ભાઈ જશવતભાઈ ઉર્ફે જયેશભાઈ બાબુભાઈ ભાભોરે મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી હતી. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ મોરબીમાં પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો