- મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ગેસ્ટ હાઉસમાં કૂટણખાના પર પોલીસનો દરોડો
- બંગાળ સહિતના સ્થળેથી યુવતી બોલાવી કરાવતા હતા દેહવ્યાપાર
- પોલીસે ટ્રાફિક પ્રિવેન્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો
મોરબીઃ જિલ્લામાં એક હોટલમાં દેહવ્યાપારનો કારોબાર ચાલતો હોવાની બાતમીના આધારે મોરબી A- ડીવીઝન પોલીસે દરોડો પાડીને ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ કરી તેમજ રોકડ રકમ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો અન્ય રાજ્યમાંથી આવેલી 4 યુવતીઓને પોલીસે છોડાવી હતી.
આ પણ વાંચોઃ વાપીમાં પોલીસે કૂટણખાનું ચલાવતી મહિલા સહિત 2 લોકોની કરી ધરપકડ
કૂટણખાનું જળપાયું
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે વ્રજ ગેસ્ટ હાઉસના માલિક ઘનશ્યામ પ્રભુભાઈ જીંજુવાડિયા અને મેનેજર, વિકાસ ચેન્સુખલાલ જૈન ગેસ્ટ હાઉસમાં અન્ય જિલ્લા અને અન્ય રાજ્યની યુવતીઓ બોલાવી ગેસ્ટ હાઉસમાં કૂટણખાનું ચલાવતા હતા. જે બાતમીને પગલે A-ડીવીઝન પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો અને મળેલી બાતમીની ખરાઈ થતા A-ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો. જેમાં ગેસ્ટ હાઉસમાં રેડ કરતા પશ્ચિમ બંગાળ રાજ્યની એક યુવતી મળી આવી હતી.
આ પણ વાંચોઃ બનાસકાંઠા : રહેણાંક મકાનમાં કૂટણખાનું ચલાવતા 3 લોકોની અટકાયત
A-ડીવીઝન પોલીએ રેડ દરમિયાન રોકડ રકમ જપ્ત કરી
A-ડીવીઝન પોલીએ રેડ દરમિયાન રોકડ રકમ, 2 મોબાઈલ સહિત 13,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આરોપી ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ કરીને આરોપીઓ સામે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેનશન એક્ટની કલમ 1956 3 (1), 5(A)(D), 6(1) (B) અને 4 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગેસ્ટ હાઉસ માલિક અને મેનેજર દેહ વ્યાપાર માટે ગુજરાતના અન્ય જિલ્લા અને મુંબઈ તેમજ બંગાળથી યુવતીઓ બોલાવી દેહ વ્યાપારની પ્રવૃતિઓ કરાવતા હતા.