મોરબી શહેરમાં ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર (Heavy rain in Morbi)એન્ટ્રી કરી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. હળવદમાં 1 ઇંચ વરસાદ નોધાયો છે. અન્ય તાલુકામાં મેઘાની મહેરબાની જોવા મળી હતી. મળતી માહિતી મુજબ મંગળવારે સવારે છ વાગ્યાથી લઈ બુધવારે સવારે 8 વાગ્યા સુધીમાં મોરબીમાં 135 મીમી, હળવદ શહેરમાં 35 મીમી, વાંકાનેરમાં 8 મીમી, ટંકારામાં 14 મીમી અને માળિયામાં 8મીમી વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો રિવરફ્રન્ટ પર ફરવા જતાં પહેલા જાણી લેજો આ વાત નહીં તો થશે ધક્કો
સારા વરસાદને પગલે ડેમોમાં નવા નીરની આવકજિલ્લામાં ધોધમાર વરસાદને પગલે રાત્રીના (gujarat weather forecast )રોડ પર પાણી ફરી વળ્યા હતા તો શનાળા રોડ, રવાપર રોડ, લાતી પ્લોટ, વાવડી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરંતુ સવારમાં વરસાદે વિરામ લેતા પાણી ઓસર્યા છે જિલ્લામાં રાત્રીના સારા વરસાદને પગલે ડેમોમાં નવા નીરની આવક થઇ હતી. જેમાં ડેમી 3 ડેમમાં નવા નીરની આવક થતા ડેમ 80 ટકા ભરાયો હતો. નીચાણવાળા 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો વરસાદના ત્રીજા રાઉન્ડ બાદ રાજ્યમાં હવે માત્ર 2 ટકા વરસાદની ઘટ, રાહત કમિશનરે આપી માહિતી
નીચાણવાળા ગામોને એલર્ટ મોરબીનો મચ્છુ 3 ડેમના 2 દરવાજા (Machhu 3 dam)અડધો ફૂટ ખોલીને પાણી છોડવામાં આવતા મોરબી તાલુકાના 13 અને માળિયા તાલુકાના 8 ગામોને એલર્ટ કરવામાં (Rain in Gujarat )આવ્યા છે. તેમજ ધોડાધ્રોઈ ડેમ પણ 80 ટકા ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરી નદીના પટમાં ના જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. શહેર અને જિલ્લામાં સાવત્રિક મેધ મહેરથી જિલ્લાના નદી નાળામાં નવા નીરની આવક થઇ છે. ડેમોમાં આવક થતા સિંચાઈના પાણીની સમસ્યા હલ થઇ છે. તેમજ શહેરમાં પરશુરામ પોટરી અને લીલાપર રોડ પર ઝાડ પડવાની ઘટના પણ સામે આવી હતી. પરશુરામ પોટરીમાં ઝાડ પડતા બે વીજપોલ પણ ધરાશાયી થયા હતા જેથી સ્થાનિક વિસ્તારમાં વીજળી ગુલ થઇ છે.