ETV Bharat / state

મોરબીની દુર્ઘટના મામલે સુઓમોટો દાખલ, હાઈકોર્ટે ફટકારી સરકારને નોટિસ - Gujarat High Court

મોરબીની બ્રિજ દુર્ઘટના(morbi bridge collapse) મામલે 135થી વધુના મોત થયા હતા. જે મામલે એક અઠવાડિયા બાદ ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court) સુઓમોટો દાખલ કરી છે. આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે.

મોરબીની બ્રિજ દુર્ઘટના મામલે સુઓમોટો દાખલ

author img

By

Published : Nov 7, 2022, 3:35 PM IST

ન્યુઝ ડેસ્ક: મોરબીની બ્રિજ દુર્ઘટના(morbi bridge collapse) મામલે 135થી વધુના મોત થયા હતા. જે મામલે એક અઠવાડિયા બાદ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. બાર અને બેન્ચના અહેવાલ મુજબ ગુજરાત હાઈકોર્ટના(Gujarat High Court) મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ એક દુ:ખદ ઘટના છે. જેમાં અસંખ્ય નાગરિકોના મોત થયા છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને 10 દિવસમાં આ મામલે લેવાયેલા પગલાનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે. ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court) રાજ્ય સરકાર સિવાય મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના મુખ્ય સચિવ, રાજ્ય માનવ અધિકાર પરિષદ વગેરેને પક્ષકાર બનાવવાનો આદેશ જારી કર્યો છે. ઉપરાંત તાજેતરમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ(Former Chief Minister Shankar Singh Vaghela) હાઈકોર્ટને પત્ર લખ્યો હતો. અને પુલ ધરાશાયી થવાની ઘટના અંગે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી.

સતત 3 દિવસ સુધી રેસ્કયૂ કામગીરી: મોરબીમાં રવિવારે સાંજે ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા હતા. હાલ ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. આ અકસ્માતમાં NDRF, SDRFના જવાનોએ સતત 3 દિવસ સુધી રેસ્કયૂ કામગીરી હાથ ધરી હતી. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિત આર્મીની ત્રણેય શાખાઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોરબીની મુલાકાત લીધી હતી. મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલમાં પીડિતોની મુલાકાત લીધી હતી.

નગરપાલિકાના ચીફ ઓફિસરે શું કહ્યું: મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ઓરેવા મેનેજિંગ કંપની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ઓરેવા કંપનીએ કોઈ સત્તાવાર માહિતી આપ્યા વિના લોકોને બ્રિજ પર જવાની મંજૂરી આપી હતી. 100ની ક્ષમતા હતી, છતાં વધુ કમાવવા માટે 3 ગણાને બ્રિજ પર મોકલી દીધા, જેથી પુલ તૂટ્યો અને નિર્દોષ લોકોએ તેમના જીવ ગુમાવવા પડ્યા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.