ETV Bharat / state

Morbi News: વાંકાનેર નજીક જીનીંગ ફેક્ટરીનો ડ્રાઈવર 14 લાખ અને સ્કૂટર લઈને ફરાર

રાજકોટમાં આવેલા વાંકાનેર નજીક જીનીંગ ફેક્ટરીનો ડ્રાઈવર 14 લાખ અને સ્કૂટર લઈને ફરાર થઇ ગયો હતો. ફરિયાદી પોતાના દીકરા રીસિત સાથે મેઘાણીનગર વાંકાનેરમાં જમવા ગયા હતા. પાછળથી બનાવ બન્યો હતો. જે અંગે પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી.

Morbi News: વાંકાનેર નજીક જીનીંગ ફેક્ટરીનો ડ્રાઈવર 14 લાખ અને સ્કૂટર લઈને ફરાર
Morbi News: વાંકાનેર નજીક જીનીંગ ફેક્ટરીનો ડ્રાઈવર 14 લાખ અને સ્કૂટર લઈને ફરાર
author img

By

Published : Feb 3, 2023, 12:53 PM IST

મોરબી: વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ પર આવેલ જીનીંગ ફેક્ટરીમાં ગાડીનું પેમેન્ટ આપવા માટે 14 લાખની રોકડ રકમ રાખેલ હતી. ફેકટરીના ભાગીદાર અને તેના પુત્ર જમવા ગયા તે સમયે પાછળથી ફેકટરીમાં કામ કરતો ડ્રાઈવર 14 લાખની રોકડ અને સ્કૂટર લઈને ફરાર થયો ગયો હતો. જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો Morbi Bridge Collapse: 7 આરોપીની જામીન અરજીની નવી મુદત 4 ફેબ્રુઆરી, કોર્ટ સંભળાવી શકે છે હુકમ

ડ્રાઈવર ભાગી ગયો: રાજકોટના ચિત્રકૂટ ધામના રહેવાસી નીલેશ જયચંદ્ર મેઘાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે જડેશ્વર રોડ પર જસદણ સિરામિક પાસે તેની શ્રી ખોડીયાર જીનીંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી આવેલ છે. જ્યાં કપાસની ગાંસડી બનાવવાનું કામ કરતા હતા. જ્યાં તે અને તેનો પુત્ર રીસિત બંને કારમાં આવતા જતા હતા. ડ્રાઈવર સત્યજીત દાનાભાઈ કરપડા (રહે. હાલ રાજકોટ કણકોટ) વાળો કામ કરતો હતો. તારીખ 31ના ફેકટરીએ કપાસની ગાડી આવવાની હતી .

બેંકમાં ગયાઃ જેને પૈસા આપવાના હોવાથી બપોરના એકાદ વાગ્યે ફરિયાદી નીલેશ મેઘાણી અને મિત્ર તુષાર માટેલીયા પ્રતાપ રોડ પર એસબીઆઈ બેંક ગયા હતા. ખાતામાંથી 9 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. અન્ય ચેકથી 5 લાખ એમ કુલ 14 લાખ રોકડા ઉપાડી ફેક્ટરી આવ્યા હતા. જે રોકડ રકમ ઓફિસના ટેબલના થેલામાં ડાબી બાજુ નીચેના ખાનામાં રાખેલા હતા. લોક મારી ફરિયાદી પોતાના દીકરા રીસિત બંને મેઘાણીનગર વાંકાનેરમાં જમવા ગયા હતા.

આ પણ વાંચો Morbi bridge tragedy: મોરબી પુલ દુર્ઘટના, જયસુખ પટેલના સાત દિવસના રીમાન્ડ મંજૂર

ડ્રાઈવર દાવ કરી ગયોઃ મેઘાણીનગર જમવા ગયા ત્યારે ડ્રાઈવર સત્યજીત કરપડા ફેકટરીના ગેટ પાસે બેઠો હતો. જમીને પરત આવ્યા ત્યારે કપાસની ગાડી વાળાને હિસાબના પૈસા આપવાના હોવાથી ટેબલના ખાનામાંથી ચાવી કાઢી પૈસાવાળું ખાનું જોતા રોકડ 14 લાખ રૂપિયા ગાયબ હતા. ઓફિસમાં તપાસ કરતા ક્યાય પૈસા મળ્યા ના હતા.

ગાડી પણ ગુમઃ જેથી દીકરા રીસિત અને મેનેજર નલીનકાન્ત પંડ્યાને જાણ કરી હતી. બહાર નીકળી જોતા સ્કૂટર પણ ગાયબ હતું. ડ્રાઈવર સત્યજીત કરપડાની તપાસ કરતા તે પણ ફેકટરીમાં ક્યાય જોવા મળ્યો નહિ. ફોન કરત તેનો ફોન સ્વીચ ઓફ આવતા સિક્યુરીટી ગાર્ડને પૂછ્યું હતું. જેથી સત્યજીત સ્કૂટર લઈને બહાર જતા જોયો હોવાનું સિક્યુરીટી ગાર્ડે જણાવ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.