ETV Bharat / state

Gambling In Morbi : બે સ્થળે જુગારના દરોડા, 9 જુગારીઓની ધરપકડ - જુગારના દરોડા

મોરબી જિલ્લામાં બે સ્થળોએ મોરબી પોલીસે (Morbi Police) દરોડા પાડીને જુગાર રમતા શખ્સોને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મોરબીના સામાકાંઠે આવેલી મહેન્દ્રસિંહજી હોસ્પિટલની અંદર જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઈને LCB Teamએ 1.07 લાખની રોકડ રકમ જપ્ત કરી છે. ટંકારા પોલીસ ટીમ (Tankara Police Team)એ આજે ઘુનડા ગામ અને મેઘપર ઝાલા ગામના પાટિયા નજીક જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ અને 03 મોબાઈલ સહિત કુલ રૂપિયા 61,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

9 જુગારીઓની ધરપકડ
9 જુગારીઓની ધરપકડ
author img

By

Published : Jun 22, 2021, 1:34 PM IST

  • જિલ્લામાં બે સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા
  • એક જગ્યાએથી 1.07 લાખ અને બીજેથી 61,000નો મુદ્દામાલ જપ્ત કર્યો
  • પોલીસે કુલ 9 જુગારીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી

મોરબી : જિલ્લા એસપી (Morbi District SP) એસ. આર. ઓડેદરાની સુચનાથી LCB, PI વી. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળની LCB Teamએ બાતમીને આધારે મોરબીની મહેન્દ્રસિંહજી હોસ્પિટલ (Mahendrashinhji Hospital) અંદર દરોડો કર્યો હતો. જેમાં હોસ્પિટલ અંદર જાહેર જગ્યામાં જુગાર રમતા ઉમેશ ટીડાભાઈ ગોલતર, અજય ઉર્ફે ડાડો મનસુખ વરાણીયા, ગોપાલ નાઝા ગોલતર, ધરમશી ઉર્ફે લાલો રાજુ ગણેશીયા અને સંજય ખોડા ગોલતરને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 1,07,500 જપ્ત કરી છે.

આ પણ વાંચો : પાલીતાણામાં જુગાર પર દરોડો પાડવા ગયેલી પોલીસ પર હુમલો કરવાના કિસ્સામાં ફરિયાદ દાખલ

કુલ રૂપિયા 61,000નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

બીજી ઘટનામાંં ટંકારા પીએસઆઈ (Tankara PSI) બી. ડી. પરમારના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે ઘુનડા (ખા) તથા મેઘપર ઝાલા ગામના પાટિયા નજીક આવેલા ભોળાપીર દરગાહ પાસે દરોડો કર્યો હતો. જેમાં રાતીધાર પાછળ જાહેરમાં જુગાર રમતા (Gambling) અજયસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, મહેશભાઈ કેશવજીભાઇ વડાવીયા, હસમુખસિંહ સુખદેવસિંહ જાડેજા અને અશ્વિનસિંહ મહિપતસિંહ ઝાલા. એમ, ચારને ઝડપીને રોકડ રકમ રૂપિયા 55,000 અને 03 મોબાઈલ સહિત કુલ રૂપિયા 61,000નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.