ETV Bharat / state

તહેવારો પર જુગારીઓ જામ્યા, મોરબી જિલ્લામાંથી 19 જુગારી ઝડપાયા - 19 card lovers caught

મોરબી જિલ્લામાં જુગારીઓ બેફામ બન્યા છે. જેને રોકવામાં માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે, ત્યારે મોરબી જિલ્લામાં પોલીસે અલગ-અલગ સ્થળે દરોડા પાડીને 19 પત્તાપ્રેમીઓને રૂપિયા 62,390 ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં અલગ અલગ સ્થળે જુગાર રમતા 19 પત્તાપ્રેમીઓ ઝડપાયા

author img

By

Published : Aug 3, 2020, 1:09 PM IST

મોરબીઃ શ્રાવણ માસની શરૂઆતથી જ જુગારની મોસમ જોરશોરથી ચાલી રહી છે અને મોરબી જિલ્લામાં જુગારીઓ બેફામ બન્યા છે. જેને રોકવામાં માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે, ત્યારે મોરબી જિલ્લામાં પોલીસે અલગ-અલગ સ્થળે દરોડા પાડીને 19 પત્તાપ્રેમીઓને રૂપિયા 62,390ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, પ્રથમ બનાવમાં માળીયાની કુંભાર શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમીને પગલે માળીયા પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા સલીમ બરકતઅલી ધમાણી, જયેશ મગન મીરાણી, યાસીન અયુબ ભટ્ટી, હાજી હુશેન પારેડી, ચંદુ પ્રભુ કુરિયા, ભાવેશ તેજ ખીંટ, યુસુબ હૈદર કટિયા અને રૂખડ નાજા ભૂંડીયા એમ આઠને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 26,390 જપ્ત કરી છે.

મોરબી જિલ્લામાં અલગ અલગ સ્થળે જુગાર રમતા 19 પત્તાપ્રેમીઓ ઝડપાયા
મોરબી જિલ્લામાં અલગ અલગ સ્થળે જુગાર રમતા 19 પત્તાપ્રેમીઓ ઝડપાયા

જ્યારે બીજા બનાવમાં ટંકારા તાલુકાના હીરાપર ગામેના પાટિયા નજીક જાહેરમાં જુગાર રમતા પ્રિન્સ રમેશભાઈ સવસાણી, હસમુખભાઈ મનસુખભાઈ સારેસા, ચિરાગ ગણેશભાઈ ફેફર, રાજ્ની ભૈસવાજીભાઈ સવસાણી અને મયંક નરભેરામભાઈ સવસાણીને રોકડ રકમ રૂપિયા 24,700 સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં હળવદ તાલુકાના મયુરનગર ગામે જાહેરમાં જુગાર રમતા ઉમેદસંગ દેવીસંગ રોહડીયા, મનુભાઈ બેચરભાઈ ડાંગર, જયેશભાઈ રમેશભાઈ હુંબલ, રમેશભાઈ દેવાદાનભાઈ ડાંગર, ખીમજીભાઈ વલમજીભાઈ ચાડમીયા અને અમરશીભાઈ મોહનભાઈ માલવીયાને રોકડ રકમ રૂપિયા 11,300 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.