- આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે મોરબીમાં ફ્રીડમ રનનું આયોજન
- લોકો સ્વસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે માટે કરાયું આયોજન
- યોગ, પ્રાણાયામ સહિતની ફિટનેસ બબાતે યુવાનોમાં જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય
મોરબી: તારીખ 13 મી ઓગસ્ટ 2021 થી 2જી ઓક્ટોબર 2021 સુધી આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને યોગ, પ્રાણાયામ અને કસરત કરી ફિટનેસ બાબતે જાગૃત થઇ જીવનનું એક ભાગ બનાવે તે હેતુથી આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ભારતની આઝાદીના અમૃત મહોત્સવ પર્વ,વડોદરા શહેર પોલીસ દ્વારા માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું
ફિટનેસ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ
આ દોડમાં મોરબી અધિક કલેક્ટર એન.કે.મુછાર, DySP મુનાફખાન પઠાણ, પાલિકા ચીફ ગીરીશ સરૈયા, પાલિકા પ્રમુખ કુસુમ પરમાર અને કોલેજના આચાર્ય તેમજ શિક્ષકો સહિતના આગેવાનો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ દોડ શ્રીમતી જે.એ.પટેલ મહિલા કૉલેજ છાત્રાલયથી શરુ કરીને શહેરના મુખ્યમાર્ગો પર ફરી ફિટનેસ પ્રત્યે લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મહીસાગર જિલ્લા કલેક્ટરે સાયકલીંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી ફિટ ઈન્ડિયા ફ્રિડમ રનનો સંદેશ આપ્યો