વાંકાનેરના ધારાસભ્ય મહમદજાવીદ પીરજાદા, તાલુકા પંચાયત પ્રમુખના પતિ યુનુસભાઈ શેરશીયા, મહમદ શેખ, જલાભાઇ પટેલ અને એ વી ચૌધરી વિરૂદ્ધ તાલુકા પંચાયત કચેરીમાં તોડફોડ કરી સરકારી મિલકતને નુકશાન પહોંચાડવા તેમજ TDO સામે વાણીવિલાસ મામલે TDO દ્વારા વર્ષ ૨૦૧૨ ની સાલમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે ધરપકડની સંભાવનાને પગલે ધારાસભ્ય સહિતના પાંચ આરોપીએ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન માટે કરેલી અરજીને હાઈકોર્ટે માન્ય રાખતા તમામ પાંચ આરોપીને રાહત મળી છે અને આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી સમયે ધારાસભ્ય સામે ધરપકડનો મામલો હોવાથી હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, જોકે હાઈકોર્ટે રાહત આપી જામીન મંજુર કરતા ધારાસભ્ય સહિતના આરોપીઓને રાહત મળી છે.