વાવડી ગામની સમજુબા સ્કુલ પાછળ આવેલી સિંધી સોસાયટીમાં રહેતા ભરતભાઇ સેવારામ મુલચંદાણીના મકાનમાં આગ લાગી હતી. ફાયર ટીમના ડી ડી જાડેજા, વિનયભાઈ ભટ્ટ, રતિલાલ ચૌહાણ અને ભાવેશ રાઠોડ સહિત સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કોઇને જાનહાની ન થતાં ફાયર ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતીનુસાર, ભરતભાઇ ઘરે ચાલુ ઇસ્ત્રીને પલંગ પર મૂકીને બહાર ગયો હતો. જેના કારણે ગાદલું બળી ગયું હતુ અને આખા ઘરમાં આગ ફેલાઇ હતી. મકાનમાં આગ ફેલાતા આજુબાજુના લોકો મદદ દોડી આવ્યા હતા.