મોરબી: ગાળા ગામ નજીક આવેલ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ ગેસ ગોડાઉનમાં આગ લાગી હતી. જે બનાવ મામલે ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા પાસેથી મળતી માહિતી મુજબ સવારે 9 વાગ્યાના અરસામાં આગ લાગ્યાનો કોલ મળતા ફાયરની 2 ટીમ અને હાલમાં મળેલ આધુનિક રેસ્ક્યુ વાહન સહિતની ત્રણ ટીમો દોડી ગઈ હતી. સતત અંદાજે 7 કલાક સુધી પાણીનો મારો ચલાવી બપોરે પોણા ચારથી ચાર વાગ્યાના અરસામાં આગ પર કાબુ મેળવી શકાયો હતો.
અફરાતફરીનો માહોલ: 7 કલાક સુધી ત્રણ ટીમોની મહેનત બાદ આગ કાબુમાં સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. તો આગ બુઝાવવા કાર્યરત એક સ્થાનિકને દાઝી જવાથી સામાન્ય ઈજા થયાની માહિતી પ્રાપ્ત થઇ હતી. ગેસ ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. કલાકો સુધી વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાત કલાકે આગ કાબુમાં 10 ગેસ સીલીન્ડર બ્લાસ્ટ થયા.
"ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સવારે લાગેલી આગ પર અંદાજે 7 કલાક બાદ કાબુ મેળવી શકાયો હતો. ગેસ ગોડાઉન હોવાથી ગેસ સીલીન્ડર પડ્યા હોય અને આગ લાગતા 10 જેટલા ગેસ સીલીન્ડર બ્લાસ્ટ થઈને રોડ સુધી ઉડ્યા હતા. જેથી ભયનો માહોલ જોવા મળ્યો હતો ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ ઉપરના માળ સુધી ફેલાઈ છે. ગેસ ગોડાઉન ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ હતું. જેમાં આગ લાગતા આજુબાજુની દુકાન પણ આગની ઝપેટમાં આવી હતી. એટલું જ નહિ આગ ઉપરના માળ સુધી પહોંચી જતા બે માળની છ દુકાનો બળીને ખાખ થવા પામી હતી. બનાવને પગલે મોરબી તાલુકા પોલીસના ફિરોજભાઈ સુમરા, જનકસિંહ પરમાર અને વજુભાઈ કુરિયા સહિતની ટીમ દોડી ગઈ હતી રીપોર્ટ મંગાવ્યો છે"-- ( ડેપ્યુટી કલેકટર)
સીલીન્ડર મોટી સંખ્યામાં: મોરબી પુરવઠા વિભાગના ડેપ્યુટી કલેકટર ડી સી પરમારે જણાવ્યું હતું કે, બનાવ મામલે મામલતદાર પાસે રીપોર્ટ મંગાવ્યો છે. જે રીપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. મોતના માંચડા સમાન આવી કેટલી દુકાનો ?આજે ગેસ ગોડાઉનમાં આગ લાગી જ્યાં ગેસ સીલીન્ડર મોટી સંખ્યામાં હતા. જોકે, ફાયર સેફ્ટીની સુવિધા ના હોય તેવું જણાઈ આવ્યું હતું. ફાયર ટીમ પહોંચે તે પૂર્વે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કલાકો સુધી ફાયર ટીમને જહેમત ઉઠાવવી પડી હતી. ત્યારે શહેરમાં આવા અન્ય કેટલા મોતના હાટડા ધમધમી રહ્યા છે તે પણ તપાસનો વિષય છે.