મોરબી તારીખ 25 ડિસેમ્બર એટ્લે ખ્રિસ્તી ધર્મનું નૂતનપર્વ. ગઈકાલ સાંજે જ્યારે સમગ્ર મોરબી જિલ્લો નાતાલની ઉજવણીમાં વ્યસ્ત હતો. એ સમયે હળવદ શહેરમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો. જ્યાં નાતાલની રાત્રીના જીવલેણ અકસ્માત થયો હોવાની ઘટના સામે(JCB bike accident in Morbi) આવી છે. બેકાબૂ જેસીબીએ બાઈકને અડફેટે લેતા બાઈકમાં સવાર પિતા-પુત્રનું કમકમાટી ભર્યું (Father and son died in Morbi accident) મોત નીપજ્યું હતું. તહેવારના સમયમાં અકસ્માતના કેસો વધી જતા હોય છે.ત્યારે આ અકસ્માતના કારણે પરિવાર પર આફત પડી છે.
હળવદ પોલીસ દોડી સમગ્ર મામલે હળવદ પોલીસે(Halvad Police Morbi) ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી.ધટનાની જાણ થતા હળવદ પોલીસ દોડી આવી હતી. હળવદ શહેરમાં ગત મોડી સાંજે બાઈક પર ૫૫ વર્ષીય કાળુભાઈ સવાભાઈ વાંજા અને તેમનો 35 વર્ષીય પુત્ર વસ્તાભાઈ કાળુભાઈ વાંજા બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે રાતકડી હનુમાન જવાના (Father and son died in Morbi accident) રસ્તા નજીક પહોંચ્યા.
બાઈકને હડફેટે લીધું બેફામ ગતિએ આવતા JCBએ (JCB bike accident in Morbi) બાઈકને હડફેટે લીધું હતું. જેને પગલે પિતા-પુત્ર રસ્તા ઉપર ફંગોળાઈ ગયા હતા. અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને પગલે પિતા-પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે આ જીવલેણ અકસ્માત સર્જ્યા બાદ JCB ચાલક ફરાર થઇ ગયો હતો. સમગ્ર બનાવની જાણ થતા હળવદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.