ETV Bharat / state

માળિયાના વર્ષામેડી ગામે પ્રેમસંબંધ મામલે બનેવીના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા - crime news

માળિયા તાલુકાના વર્ષામેડી ગામમાં કૌટુંબિક કાકાની દીકરી સાથે પ્રેમસંબંધમાં કોર્ટ લગ્ન કરી લેનાર યુવક પર ખાર રાખીને તેના પિતાને મારી નાંખવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

માળિયાના વર્ષામેડી ગામે પ્રેમસંબંધ મામલે બનેવીના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા

author img

By

Published : May 22, 2021, 4:02 PM IST

  • પ્રેમસંબંધ મામલે બનેવીના પિતાને મોતને ઘાટ ઉતાર્યા
  • કૌટુંબિક કાકાની દીકરી સાથે લગ્ન બાદ ખૂની ખેલ ખેલાયો
  • પુત્રવધુના ભાઈએ જ હત્યા કરી નાખતા ચકચાર મચી

વર્ષામેડી: મહિલા ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે દોઢ માસ પહેલાં તેના દિકરાએ કૌટુંબિક સગાની દિકરી સાથે કોર્ટ મેરેજ કરી લીધી હતાં. આ લગ્નથી તેમની પુત્રવધુના પરીવારમાં મન દુ:ખ હતું.

વધુ વાંચો: વાંકાનેરમાં રાજકોટના યુવકની હત્યા કેસના વધુ 4 આરોપીની ધરપકડ

સસરા પર કરાયો જીવલેણ હુમલો

ગત રોજ ફરિયાદી તેમના પતિ સાથે બહાર જઇ રહ્યાં હતાં ત્યારે વર્ષામેડી ગામના ઝાપા પાસે ચોકમાં પહોંચતા કૌટુંબિક કાકાનો દીકરાએ તેમના પર હુમલો કરી દીધો હતો. આરોપીએ તેમના પતિ પર છરી વડે હુમલો કરી દીધો હતો. જો કે કેટલાક સંબંધીઓ તાત્કાલિક ત્યાં દોડી આવતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો અને ઈજાગ્રસ્તને સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા હતાં જ્યાં તેનું મોત થયું હતું. પોલીસે આ અંગે ફરીયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.