મોરબીઃ મોરબી અને હળવદ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે બ્રાહ્મણી 2 ડેમમાંથી પાણી આપવામાં આવે છે, તો જે પીવાના પાણીની લાઈન નાખવાના પ્રોજેક્ટનો મોરબી અને હળવદના 30 ગામના ખેડૂતોએ 15 દિવસ પહેલા વિરોધ કર્યો હતો અને કમીગીરી બંધ કરાવી હતી. આજે ફરી પાઈપલાઈન નાખવાની કામગીરી શરુ થતા ખેડૂતો ડેમ સાઈટ પર પહોંચીને કામગીરી બંધ કરાવી હતી અને ટ્રક, હિટાચી મશીન સહિતના સાધનો ડેમ સાઈટ પરથી પાછા મોકલ્યા હતા.
જો પ્રોજેક્ટ પૂર્ણ થશે તો ખેડૂતોને એક પણ ટીપું પાણી નહીં મળે અને જો સરકારને પાણી આપવું જ હોય તો ઢાંકી ગામથી બ્રાહ્મણી 2 ડેમ સુધી પીવાના પાણીની લાઈન નાખવામાં આવે તો ડેમમાં પાણી પણ આવશે અને ફાયદો પણ થશે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
તેમજ બ્રાહ્મણી 2 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે તો હાલ ત્યાંથી મોરબીના ભરતનગર સુધીની પાણીની લાઈન નાખવાથી ખેડૂતોને પાણી મળશે નહીં અને આગામી ઉનાળુ સીઝન આવી રહ્યું છે તો આ પ્રોજેક્ટને કારણે ઉનાળુ પાકની પણ વાવણી કરી શકશે નહિ અને દિન-પ્રતિદિન ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થતી જઈ રહી છે.