ETV Bharat / state

કપાસના યોગ્ય ભાવ ન મળતા હળવદ યાર્ડમાં ખેડૂતોએ કર્યો હોબાળો - farmers-made-aswing-in-a-market-yard-that-did-not-get-proper-cotton-prices

મોરબી: ગત વર્ષે સારા વરસાદને પગલે ખેડૂતોને સારી ઉપજની આશા હતી. પરંતુ, પાછોતરા વરસાદે બાજી બગાડી હતી. મોરબી જિલ્લામાં કપાસનું વાવેતર વધુ થયું હતું. શનિવારે હળવદ માર્કેટીંગ યાર્ડમાં કપાસની હરાજી શરુ કરવામાં આવી હતી. પરંતુ, કપાસના ભાવો ઓછા મળતા હોવાથી ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોને કપાસના ભાવો ઓછા મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

હળવદ માર્કેટીંગ યાર્ડ
author img

By

Published : Oct 12, 2019, 8:16 PM IST

હળવદ માર્કેટીંગ યાર્ડમાં શનિવાર સવારે કામકાજ શરુ થયા બાદ કપાસની હરાજીમાં ભાવો ઓછા મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોને ભાવમાં અસંતોષ થતા હરાજી અટકી પડી હતી. ખેડૂતોએ કપાસની હરાજી મામલે જણાવ્યું કે, મીડીયમ ગુણવત્તાનો કપાસ હોય તો પણ 900 રૂપિયા સુધી ભાવ મળે તો જ ખેડૂતોને પરવળે તેમ છે. એવામાં કપાસના ભાવ 700 થી 750 બોલાતા હતા. જયારે અન્ય ખેડૂતે જણાવ્યું કે, આ વર્ષે પાછોતરા વરસાદથી પાકને નુકશાન થયું છે અને ઉત્પાદન ઓછું છે. તેમજ કપાસની ગુણવત્તાને પણ અસર પહોંચી છે. ત્યારે ખેડૂતોને કપાસનું પૂરતું વળતર મળે એવી અમારી માગ છે.

કપાસના યોગ્ય ભાવ ન મળતા હળવદ યાર્ડમાં ખેડૂતોએ કર્યો હોબાળો

શનિવારે માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી શરુ થતા ભાવના મુદ્દે ખેડૂતોને અસંતોષ થતા હંગામો કર્યો હતો. અને હરાજી એકાદ કલાક રોકવાની ફરજ પડી હતી. કપાસના ભાવ અંગે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું કે, ગુણવત્તાને આધારે વેપારીઓ કપાસનો ભાવ નક્કી કરતા હોય છે. આજે ભાવ મામલે અસંતોષ થતા થોડીવાર માટે હરાજી રોકવી પડી હતી. બાદમાં ખેડૂતો અને કમીશન એજન્ટ વેપારીઓને સમજાવવાથી મામલો થાળે પડ્યો હતો અને હરાજી પુન: શરુ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, વારંવાર ખેડૂતોને કપાસ સહિતના પાકો માટે હંગામો કરવો પડે છે. અને પોતાના હક માટે લડત કરવી પડે છે. છતાં, ખેડૂતોના ન્યાય માટે કોઈ ગંભીરતા દાખવતું નથી અને ખેડૂતોના પ્રશ્નો અધ્ધરતાલ જ જોવા મળી રહ્યા છે.

Intro:gj_mrb_03_halvad_kapas_price_bite_01_pkg_gj10004
gj_mrb_03_halvad_kapas_price_bite_02_pkg_gj10004
gj_mrb_03_halvad_kapas_price_bite_03_pkg_gj10004
gj_mrb_03_halvad_kapas_price_visual_01_pkg_gj10004
gj_mrb_03_halvad_kapas_price_visual_02_pkg_gj10004

gj_mrb_03_halvad_kapas_price_pkg_gj10004
Body:એન્કર :
         ગત વર્ષે સારા વરસાદને પગલે ખેડૂતોને સારી ઉપજની આશા હતી જોકે પાછોતરા વરસાદે બાજી બગાડી હતી અને મોરબી જીલ્લામાં કપાસનું વાવેતર વધુ થતું હોય આજે હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી શરુ થતા ભાવો ઓછા મળતા હોવાથી ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને હરાજી રોકવામાં આવી હતી ખેડૂતોને કપાસના ભાવો ના મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો હતો તો આવો જોઈએ હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કપાસના કેટલા ભાવો મળે છે અને ખેડૂતો કેટલા ભાવની આશા રાખીને બેઠા છે જોઈએ આ વિશેષ અહેવાલમાં....
વીઓ : ૧
         હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે સવારે કામકાજ શરુ થયા બાદ કપાસની હરાજીમાં ભાવો ઓછા મળતા હોવાથી ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને ખેડૂતોને ભાવોમાં અસંતોષ થતા હરાજી અટકી પડી હતી ખેડૂતોએ કપાસની હરાજી મામલે જણાવ્યું હતું કે કપાસના ભાવ ૭૦૦ થી ૭૫૦ સુધી બોલાતા હતા જોકે મીડીયમ ગુણવત્તાનો કપાસ હોય તો પણ ૯૦૦ રૂ સુધી ભાવ મળે તો જ ખેડૂતોને પોસાય તેમ છે જયારે અન્ય ખેડૂતોએ પણ જણાવ્યું હતું કે આ વર્ષે પાછોતરા વરસાદથી પાકને નુકશાન થયું છે અને ઉત્પાદન ઓછું છે તેમજ કપાસની ગુણવત્તાને પણ અસર પહોંચી છે ત્યારે ખેડૂતોને કપાસના પૂરતા ભાવો મળે તેવી માંગ કરી રહ્યા હતા અને કપાસના ભાવો નહિ મળતા હરાજી અટકાવી દીધી હતી કપાસના ભાવો મળતા નથી કપાસ વીણવાની મજુરી, દવા, ખાતરના ભાવો પણ ખેડૂતોને મળતા નથી
બાઈટ ૧ : ગોવિંદભાઈ – ખેડૂત
બાઈટ ૨ : પરષોતમ હડીયલ – ખેડૂત
વીઓ : ૨
         આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી શરુ થતા ભાવો મામલે ખેડૂતોને અસંતોષ થતા હંગામો કર્યો હતો અને હરાજી એકાદ કલાક રોકવાની ફરજ પડી હતી ત્યારે કપાસના ભાવો અંગે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી જણાવે છે કે ગુણવત્તાને આધારે વેપારીઓ કપાસનો ભાવ નક્કી કરતા હોય છે આજે ભાવ મામલે અસંતોષ થતા થોડીવાર માટે હરાજી રોકવી પડી હતી જોકે બાદમાં ખેડૂતો અને કમીશન એજન્ટ વેપારીઓને સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને હરાજી પુન શરુ થઇ હતી
બાઈટ 3 : મહેશ કુંડાલિયા – સેક્રેટરી, હળવદ માર્કેટિંગ યાર્ડ
વીઓ : 3
         હળવદ યાર્ડમાં આજે સવારે હરાજી શરુ થયા બાદ કપાસના ભાવ મામલે ખેડૂતોએ હોબાળો મચાવતા હરાજી અટકી પડી હતી જોકે બાદમાં ફરીથી સમજાવટ બાદ યાર્ડના કામકાજ રાબેતા મુજબ શરુ થયા હતા પરંતુ વારંવાર ખેડૂતોને કપાસ સહિતના પાકો માટે હંગામો કરવો પડે છે અને પોતાના હક માટે લડત કરવી પડે છે છતાં ખેડૂતોના ન્યાય માટે કોઈ ગંભીરતા દાખવતું નથી અને ખેડૂતોના પ્રશ્નો અધ્ધરતાલ જ જોવા મળી રહ્યા છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.