ETV Bharat / state

ખેડૂતોએ આપેલા ભારત બંધની એલાનની મોરબીમાં નહીવત્ અસર, માર્કેટિંગ યાર્ડ બંધ કરાવવા આવેલા કોંગી આગેવાનોને કરાયા ડિટેઈન - United Kisan Morcha

કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં યુનાઈટેડ કિસાન મોરચા (UKM)ના નેતૃત્વ હેઠળ 40 ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધની જાહેરાત કરી છે. ત્યારે મોરબીમાં પણ આજે કોંગ્રેસે બંધનું એલાન કર્યું હતું. જોકે, મોરબી જિલ્લામાં બંધની અસર જોવા નહતી મળી. તો મોરબીના માર્કેટિંગ યાર્ડમાં બંધ કરાવવા પહોંચેલા કોંગ્રેસ આગેવાનો અને ખેડૂત આગેવાનોને પોલીસ ડિટેઈન કર્યા હતા.

ખેડૂતોએ આપેલા ભારત બંધની એલાનની મોરબીમાં નહીવત્ અસર, માર્કેટિંગ યાર્ડ બંધ કરાવવા આવેલા કોંગી આગેવાનોને કરાયા ડિટેઈન

author img

By

Published : Sep 27, 2021, 1:56 PM IST

  • મોરબીમાં ભારત બંધના એલાનની નહીંવત્ અસર જોવા મળી
  • માર્કેટિંગ યાર્ડ બંધ કરાવવા આવેલા કોંગી આગેવાનોને કરાયા ડિટેઈન
  • ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં 40 ખેડૂત સંગઠનોએ કર્યું છે ભારત બંધનું એલાન
  • યુનાઈટેડ કિસાન મોરચાના નેતૃત્વ હેઠળ કરાયું એલાન

મોરબીઃ દિલ્હીમાં 40 ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધની જાહેરાત કરી છે. ત્યારે મોરબી જિલ્લામાં બંધની નહીવત્ અસર જોવા મળી હતી. જિલ્લામાં કોંગ્રેસ આગેવાનો અને ખેડૂત આગેવાનો માર્કેટિંગ યાર્ડને બંધ કરાવવા પહોંચ્યા હતા. જોકે, પોલીસે તમામ આગેવાનોને ડિટેઈન કર્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ કૃષિ કાયદાના વિરોધમાં બંધમાં જોડાવવા અપીલ પણ કરી હતી.

માર્કેટિંગ યાર્ડ બંધ કરાવવા આવેલા કોંગી આગેવાનોને કરાયા ડિટેઈન

જિલ્લાના તમામ મુખ્ય બજારો રાબેતા મુજબ ખૂલ્લા રહ્યા

આજે ખેડૂતોએ આપેલા ભારત બંધની જાહેરાતના પગલે કોંગ્રેસ પણ મોરબી જિલ્લાને બંધ કરાવવા પહોંચી હતી. આજે કોંગ્રેસના પ્રમુખ જયંતિ પટેલ, કાન્તિલાલ બાવરવા, મુકેશ ગામી, કે. ડી. પડસુંબિયા, અમુભાઈ હુંબલ અને ભાવેશ સાવરિયા સહિતના આગેવાનોએ ખેડૂતોના સમર્થન અને ખેડૂત વિરોધી કાયદાના વિરોધમાં જોડાવવા અપીલ કરી હતી.

માર્કેટિંગ યાર્ડ પણ ચાલુ જ રહ્યું

આ સાથે જ બંધમાં જોડાવવા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પાસે તેઓ રૂબરૂ પહોંચ્યા હતા. જોકે, પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનોને ડિટેઈન કર્યા હતા. સાથે જ મોરબી જિલ્લામાં ભારત બંધની કોઈ અસર જોવા મળી નહતી. કારણ કે, મોરબીની તમામ મુખ્ય બજારો રાબેતા મુજબ જ ખૂલ્લી રહી હતી. જ્યારે માર્કેટિંગ યાર્ડ પણ ચાલુ જ હતું.

આ પણ વાંચો- LIVE UPDATE : કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોનું ભારત બંધ શરુ, પોલીસ એલર્ટ પર, ગાજીપુર - શંભુ બોર્ડર જામ

આ પણ વાંચો- ભારત-બંધના પગલે દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર ટ્રાફિક જામ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.