ETV Bharat / state

બ્રિજેશ મેરજાનું મોરબી જિલ્લા ભાજપ દ્વારા સન્માન કરવામાં આવ્યું - ભાજપ

થોડા સમય પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર બ્રિજેશભાઈ મેરજા કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ત્યારે મોરબી ખાતે આયોજિત સમારોહમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા તેમજ જિલ્લાના આગેવાનો, તમામ મંડળના પ્રમુખો અને ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે બ્રિજેશભાઈ મેરજા ભાજપમાં જોડાયા છે.

બ્રિજેશ મેરજાનું મોરબી જિલ્લા ભાજપ દ્વારા સન્માન કરવામાં આવ્યું

author img

By

Published : Jun 30, 2020, 5:48 PM IST

મોરબીના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા

  • ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભગવો કર્યો ધારણ
  • ભગવો ધારણ કરી આવતા મોરબી ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
  • ભાજપમાં બ્રિજેશ મેરજા સૈનિક તરીકે જોડાયા

મોરબીઃ જિલ્લામાં પૂર્વ ધારાસભ્ય મેરજાને આવકારવા કાર્યક્રમ યોજાયો હતો, તેમજ આગામી દિવસોમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ યોજાનાર છે. જેના માટે મોરબી જિલ્લાની જવાબદારી જિલ્લા પ્રભારી અને મંત્રી સૌરભભાઈ પટેલ અને આઈ.કે.જાડેજાને સોપવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. પેટા ચુંટણી અને સ્થાનિક સ્વરાજ ચુંટણીઓ જીતવા ભાજપના કાર્યકરોને કામે લાગી જવા હાકલ પણ કરી હતી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બ્રિજેશ મેરજાનું મોરબી જિલ્લા ભાજપ દ્વારા સન્માન કરવામાં આવ્યું

ભાજપમાં જોડાયેલા બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું કે, તેને આવકારવા આયોજિત સમારોહને પગલે તે પોતાના પરિવારમાં આવ્યા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. તે ભાજપના સૈનિક તરીકે જોડાયા છે, જેને કોઈ લોભ કે લાલચ નથી અને શરતો પણ મૂકી ના હોવાનું જણાવ્યું હતું. ભાજપ અજેય પક્ષ હોવાનું જણાવીને રાજ્યસભામાં ભાજપને મળેલી બહુમતીથી તેનું બલિદાન સાર્થક થયું હોવાનું જણાવ્યું હતું. તેમજ ટીકીટ અંગે પક્ષ જેના નામ પર મહોર મારે તેને જીતાડવા સૌ કાર્યકરો મહેનત કરશું તેમ પણ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.