- ગેરકાયદેસર બીલ વગરનું ડીઝલ અને હાનિકારક કેમિકલના વેચાણ બંધ કરવવા કરવામાં આવી માગ
- તાત્કાલિક ધોરણે વેચાણ બંધ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માગ ઉઠી
- મોરબી ડિસ્ટ્રિકટ પેટ્રોલીયમ ડીલર્સ એસોસિએશન દ્વારા કલેકટર અને SPને રજૂઆત કરાઇ
મોરબી : જિલ્લામાં ડીઝલના નામે બીલ વગરનું ડીઝલ, LLP બેઇઝ ઓઈલ જેવા હાનિકારક કેમિકલનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવે છે. જે અટકાવવા માટે શુક્રવારે મોરબી ડિસ્ટ્રિકટ પેટ્રોલીયમ ડીલર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર, જિલ્લા SP સહિતના વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.
બીલ વગરનું ડીઝલ અને હાનિકારક કેમિકલના વેચાણ બંધ કરવાની માગ
મોરબી ડિસ્ટ્રિકટ પેટ્રોલીયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ હર્ષદ કડીવાર અને જનરલ સેક્રેટરી અનિલ બુદ્ધદેવની રાહબરી હેઠળ પાઠવેલા આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, હાલ મોરબી જિલ્લામાં ડીઝલના નામે બીલ વગરનું ડીઝલ અને LLP બેઝ ઓઈલ જેવા હાનિકારક કેમિકલનું ગેરકાયદેસર વેચાણ થઇ રહ્યું છે. વાહનોમાં પણ ખુલ્લેઆમ વપરાશ થઇ રહ્યો છે.
યોગ્ય કાર્યવાહી કરવા માટે કરી માગ
આ હાનિકારક કેમિકલના વપરાશને કારણે સરકારની તિજોરીને તથા પર્યાવરણને સીધું નુકસાન થઇ રહ્યું છે. સમગ્ર મોરબી જિલ્લામાં આવા કેમિકલનું ગેરકાયદેસર વેચાણ થતું હોય જેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.