ETV Bharat / state

મોરબીના માલ પરિવહનમાં થતા નુકસાની મુદ્દે ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટમાં ગજગ્રાહ, ટ્રાન્સપોર્ટરોની હડતાલ - Damage to transport

મોરબી જિલ્લામાં વરસાદને કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે. જેથી મોરબીના સિરામિક ઉદ્યોગના ટ્રાન્સપોર્ટરોને ભારે હાલાકી થઇ રહી છે. ટ્રાન્સપોર્ટરોને પરિવહન દરમિયાન માલ સામાનને નુકસાની થતી હતી. જેથી સિરામિક ઉદ્યોગને ટ્રાન્સપોર્ટર એસોશિએશન દ્વારા પત્ર લખી યોગ્ય નિર્ણય કરવા જણાવ્યું હતું. છતાં કોઈ નિર્ણય ના લેવાતા ટ્રાન્સપોર્ટરો હડતાલ પર ઉતર્યા હતા.

મોરબીના માલ પરિવહનમાં થતા નુકસાની મુદ્દે ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટમાં ગજગ્રાહ, ટ્રાન્સપોર્ટરોની હડતાલ

author img

By

Published : Sep 11, 2020, 8:53 AM IST

મોરબીઃ જિલ્લાના ચોમાસાના કારણે નેશનલ અને સ્ટેટ હાઈવે તૂટી જવાથી અને ઠેર ઠેર ગાબડા પડ્યા હતા અને માલ પરિવહન દરમિયાન માલ સામાનને નુકસાની થતી હતી. જેથી મોરબીના સિરામિક ઉદ્યોગને ટ્રાન્સપોર્ટર એસોશિએશન દ્વારા પત્ર લખી યોગ્ય નિર્ણય કરવા જણાવ્યું હતું છતાં કોઈ નિર્ણય ન લેવાતા ટ્રાન્સપોર્ટરો હડતાલ પર ઉતર્યા હતા.

મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશનના પ્રમુખ પ્રભાતભાઈ આહીરે મોરબી સિરામિક એસોસિએશને પત્ર લખી જણાવ્યું જણાવ્યું હતું કે, મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ, વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ, રાજકોટ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ગાંધીધામ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મીટિંગ મળી હતી. જેમાં નિર્ણય લેવાયો છે કે, માલના પરિવહન દરમિયાન બ્રેકેજ અને ડેમેજ માટે ટ્રાન્સપોર્ટર કે, લોરી ઓનર જવાબદાર નહિ રહે તાજેતરમાં ભારે વરસાદથી દેશના નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે તૂટી ગયા છે.

મોરબીના માલ પરિવહનમાં થતા નુકસાની મુદ્દે ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટમાં ગજગ્રાહ, ટ્રાન્સપોર્ટરોની હડતાલ મોરબીના માલ પરિવહનમાં થતા નુકસાની મુદ્દે ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટમાં ગજગ્રાહ, ટ્રાન્સપોર્ટરોની હડતાલ

જેથી મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સિરામિક એસોસિએશને વિનંતી કરવામાં આવી છે કે, દરેક કંપનીઓને ટ્રક ભાડા સહિતનો ફૂલ વીમો લેવા જણાવવામાં આવે અને માલના પરિવહન દરમિયાન ડેમેજ કે, બ્રેકેજ માટે ટ્રાન્સપોર્ટર કે લોરી ઓનર જવાબદાર નહિ રહે અને ટ્રક ભાડામાં પણ કપાત સ્વીકારી નહિ લેવામાં આવે. આ અંગે તા.9 સુધીમાં નિર્ણય લેવા જણાવ્યું હતું.

જોકે, મોરબી સિરામિક એસોશિએશન દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી અને બીજી તરફ ટ્રાન્સપોર્ટરો નુકસાની માટે જવાબદારી લેવા તૈયાર ના હોવાથી બંને પક્ષે ગજગ્રાહની સ્થિતિ સર્જાઈ છે અને ટ્રાન્સપોર્ટરો હડતાલ પર ઉતર્યા હતા.

જે અંગે મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રભાતભાઈ આહિરે જણાવ્યું હતું કે, હાઇવે ભારે વરસાદને કારણે તૂટેલી હાલતમાં છે અને તેના કારણે સિરામિક ટાઈલ્સ જેવી પ્રોડક્ટ પરિવહન દરમિયાન ડેમેજ થવાની શક્યતા રહે છે. જેથી ટ્રાન્સપોર્ટમા નુકસાની થઇ શકે છે. આ કારણે હડતાલ પર જવાનો નિર્ણય લીધો હતો. જ્યાં સુધી ટ્રાન્સપોર્ટરોની માગ નહિ સ્વીકારાય ત્યાં સુધી લડત ચાલુ રાખવા પણ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.