ETV Bharat / state

Crime In Morbi: હળવદ ખાતેથી હત્યાનો કેસ સામે આવ્યો - હળવદ પીએસઆઈ

મોરબી જીલ્લામાં હત્યા જેવા અપરાધ સામાન્ય બની ગયા છે. જીલ્લામાં હત્યા અને લૂંટ જેવા બનાવો છાશવારે બનતા રહે છે, ત્યારે હળવદના ચરાડવા ગામ નજીક નર્મદા કેનાલમાંથી (Narmada Canal) યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહની હાલત જોતા હત્યાની (Crime In Morbi) આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલએ હળવદ પોલીસે (Halwad police) વધુ તપાસ હાથ ધરી છે.

Crime In Morbi: હળવદ ખાતેથી  હત્યાનો કેસ સામે આવ્યો

author img

By

Published : Dec 26, 2021, 6:54 PM IST

મોરબી: જીલ્લામાં હત્યા જેવા અપરાધ સામાન્ય બની ગયા છે. જીલ્લામાં હત્યા અને લૂંટ જેવા બનાવો છાશવારે બનતા રહે છે, ત્યારે હળવદના ચરાડવા ગામ નજીક કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જે મૃતદેહ હત્યા કર્યા બાદ સળગાવી દઈને નર્મદા કેનાલમાં (Narmada Canal) ફેક્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલએ હળવદ પોલીસે (Halwad police) ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Crime In Morbi: હળવદ ખાતેથી હત્યાનો કેસ સામે આવ્યો

યુવાનને તીક્ષણ હથિયારના ઘા મારી મૃતદેહને સળગાવી ફેંકી દેવાયો

હળવદ તાલુકાના ચરાડવા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવાનનો મૃતદેહ હોવાની માહિતી મળતા હળવદ પોલીસ ટીમ દોડી ગઈ હતી. અંદાજે ૨૫ થી ૩૦ વર્ષની વયના યુવાનને છીરીના ઘા ઝીંકી ત્યારબાદ મૃતદેહ સળગાવી દીધેલ હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી. આ વિગતના આધારે ઘટના સ્થળે હળવદ પોલીસ પહોંચી હતી. યુવાનના દેહને જોતા હત્યાની આશંકાને પગલે હળવદ પોલીસ અને મોરબી એલસીબી ટીમે (Morbi LCB team) તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

હળવદ પીએસઆઈ રાજેન્દ્ર ટાપરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી

હળવદ પીએસઆઈ (Halwad PSI) રાજેન્દ્ર ટાપરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ચરાડવા ગામ નજીક નર્મદા કેનાલમાંથી કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયા (ઉ.વ.૩૬) નામના યુવાનને કોઈ અજાણ્યા શખ્સે કોઈ કારણોસર તીક્ષણ હથિયારના ઘા મારી જીવલેણ હત્યા કરી મૃતકને સળગાવી દઈને મોત નીપજાવ્યું હતું. હળવદ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

આ પણ વાંચો:

Murder in Gir Somnath: એકલવાયું જીવન જીવતા વૃદ્ધાની હત્યા કરી, 1.35 લાખના દાગીનાની લૂંટ

Charas case Ahmedabad: યુવાધનને નશાના રવાડે ચઢાવનાર બે કાશ્મીરી આરોપીઓની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.