મોરબીઃ મોરબીની સિવિલ હોસ્પિટલમાં બુધવારે પાંચ લોકોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. જે તમામ પાંચ દર્દીના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
મોરબીની સિવિલ હોસ્પિટલમાં બુધવારે પાંચ દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. લીલાપર ગામની 45 વર્ષની મહિલા, નવલખી રોડ પરના 70 વર્ષના વૃધ્ધા, રણછોડનગરમાં રહેતા 75 વર્ષના વૃદ્ધ, અણીયારી ગામના 65 વર્ષના વૃદ્ધ અને મોરબી-૨ વિસ્તારના 20 વર્ષના યુવાન એમ કુલ પાંચ દર્દીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા તમામને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરીને તેમના રિપોર્ટ જામનગર મોકલાયા હતા. જે તમામ પાંચ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
જયારે ગુરુવારે વધુ બે વ્યક્તિમાં શંકાસ્પદ વ્યક્તિને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મોરબીના જાંબુડિયા ગામના 39 વર્ષના યુવાન અને ગ્રીન ચોકના 62 વર્ષના વૃદ્ધમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા બંનેને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કર્યા છે અને સેમ્પલ લઈને જામનગર મોકલ્યા છે.