ETV Bharat / state

માળિયા મામલતદાર કચેરીમાં કોરોનાની એન્ટ્રી, 6 દિવસ માટે કચેરી બંધ - Corona Abdet Gujarat

મોરબીના મોટા ભાગના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધાતા સંક્રમણને અટકાવવા ગ્રામજનો દ્વારા જાગૃતતા દાખવીને સ્વૈચ્છિક રીતે આંશિક લોકડાઉનના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે.

માળિયા મામલતદાર કચેરીમાં કોરોનાનો પ્રવેશ, 6 દિવસ કચેરી બંધ રહેશે

author img

By

Published : Sep 19, 2020, 12:21 PM IST

મોરબીઃ જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં કોરોનાનુ વધતું સંક્રમણ જોવા મળી રહ્યો છે, ત્યારે ગ્રામજનો જાગૃતતા દાખવીને લોકડાઉન અને આંશિક લોકડાઉનના નિર્ણયો લઇ રહ્યાં છે. જેમાં હળવદના જૂના દેવળિયા ગામમાં દુકાનો અડધો દિવસ જ ખુલ્લી રાખવા નિર્ણય લેવાયો છે. આ સાથે માળિયા મામલતદાર કચેરી પણ 25 તારીખ સુધી બંધ રાખવામાં આવી છે.

મળતી માહિતી મુજબ હળવદના જૂના દેવળિયા ગામના સરપંચે તમામ ગ્રામજનો જોગ યાદીમાં જણાવ્યું છે કે, ગામમાં કોરોના પોઝિટિવ કેસ વધારે છે અને ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગની સુચનાને ધ્યાનમાં લઈને સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે. તેમજ કોઈપણ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો ગ્રામ પંચાયત અથવા સરકારી હોસ્પિટલને જાણ કરવી સાથે જ 14 દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહવું તેવી સુચના આપવામાં આવી છે.

આ ઉપરાંત ગામ લોકોએ આવશ્યક કામકાજ સિવાય બહાર નીકળવું નહીં કોરોનાની ગાઇડ લાઇનનુ પાલન કરાવા સુચના આપવામાં આવી છે. જ્યારે દુકાનદારોને દુકાન ખોલવાનો સમય બપોરે 3થી રાત્રીના 8 સુધીનો રહેશે. સ્વૈચ્છિક રીતે લોકડાઉન તા.18-9 થી તા.1-10 સુધી પાડવાનું રહેશે. તેમ સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે.

જ્યારે કોરોનાનો પગપેસારો માળિયા મામલતદાર કચેરીમાં પણ થયો હતો. જેમાં મામલતદાર કચેરીના 1 ઓપરેટર, 2 રેવન્યુ તલાટી તેમજ 1 ક્લાર્ક કોરોના સંક્રમિત થયા હતા. જેથી કચેરીમાં કામ માટે આવતા અરજદારોમાં સંક્રમણના ફેલાય તે માટે કચેરીને સેનેટાઈઝ કરવામાં આવી છે અને 25 તારીખ સુધી મામલતદાર કચેરી બંધ રાખવા માળિયા મામલતદાર દ્વારા કલેક્ટર ડી સી પરમારને પત્ર પાઠવવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.