ETV Bharat / state

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસનું તમામ 13 વોર્ડમાં જનસંપર્ક અભિયાન - gujarat politics news

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકીય પક્ષો તૈયારી કરવામાં લાગી ગયા છે. ત્યારે મોરબી જિલ્લામાં કૉંગ્રેસ દ્વારા આજથી જન સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે વૉર્ડ નં.1માં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે આગામી દિવસોમાં તમામ 13 વૉર્ડમાં યોજવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસનું તમામ 13 વોર્ડમાં જનસંપર્ક અભિયાન

author img

By

Published : Jan 23, 2021, 1:29 PM IST

  • જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ
  • કોંગ્રેસ-ભાજપ પક્ષ સહિત અન્ય પક્ષો પણ મેદાને
  • હાલ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં

મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કોંગ્રેસ દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા તમામ 13 વોર્ડમાં આજથી જન સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે. આ જનસંપર્ક અભિયાનમાં દિનેશભાઇ ચોવટિયા ઉપસ્થિત રહ્યા હતા. જેમણે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા માંગતા કાર્યકરોને નામ નોંધાવવા અપીલ કરી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસનું તમામ 13 વોર્ડમાં જનસંપર્ક અભિયાન

વોર્ડ-1માં જન સંપર્ક અભિયાનમાં યુવાનોને આગળ આવવા અપીલ

આજે મોરબીમાં વોર્ડ નં.૧ ખાતે જન સંપર્ક અભિયાન યોજાયું હતું. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી, કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલ, મંત્રી મનોજ પનારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ ૧ ના સ્થાનિકોને આગમી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગેસના હાથ મજબુત કરવા આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ શિક્ષિત યુવાનો સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગેસ સાથે સત્તા હાંસલ કરે તેવી આશા પણ વ્યકત કરવામાં આવી હતી. આ અભિયાન આગામી દિવસોમાં મોરબીમાં તમામ વોર્ડમાં કરવામાં આવનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.