- પાણીના વોકળામાં સલ્ફ્યુરિક એસીડ કરવામાં આવતું હતું ખાલી
- ટંકારા પોલીસે 18000 લીટર સલ્ફ્યુરિક એસીડ અને ટેન્કર જપ્ત કર્યું
- ટંકારા પોલીસને શંકા જતા મામલો સામે આવ્યો
મોરબીઃ ટંકારા પોલીસના સિદ્ધરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ટેન્કર જીજે 38 ટી 4049ના ચાલકે આરાધ્યા ઇન્ડસ્ટ્રીઝમાંથી ભરેલા સ્પેન્ટ સલ્ફ્યુરીક એસીડ એસ એમ કેમિકલ્સ જામગોડ દેવાસ મધ્યપ્રદેશ ખાતે ખાલી કરવાનું હતું. તેને બદલે રાજકોટ મોરબી હાઈવે પર ધ્રુવનગર નજીક જીવામામા જગ્યા સામે પાણીના વોકળામાં ખાલી કરી દીખું હતું. જેથી મનુષ્ય જિંદગીને અસર પહોંચે તે રીતે પાણીનું અને હવાનું પ્રદૂષણ થયું હતું. ટેન્કરમાં રહેલ કેમિકલ આશરે 18 હજાર લીટર કીંમત રૂ 21 હજાર, ટેન્કર નંબર જીજે 38 ટી 4049 કીમત રૂ 4.50 લાખ અને મોબાઈલ તેમજ ટેક્સ ઇન્વોઇસ સહીત રૂ 4,71,500 ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે. તો ટેન્કર ચાલક નાસી જતા તેની સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.