ETV Bharat / state

મોરબીની ખાનગી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષણકાર્ય ચાલુ રાખવા મામલે ફરિયાદ - English medium schools in morbi

કોરોના મહામારી વચ્ચે શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે મોરબીની એક ખાનગી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા 50 વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શિક્ષણકાર્ય ચાલતું હોવાની ઘટના સામે આવી છે. આથી આ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે.

મોરબીની ખાનગી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શિક્ષણકાર્ય ચાલુ રાખવા મામલે ફરિયાદ

author img

By

Published : Nov 21, 2020, 2:18 PM IST

  • મોરબીની ખાનગી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષણકાર્ય ચાલુ રાખવા મામલે ફરિયાદ
  • શિક્ષણ વિભાગના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી

મોરબી: ધ્રાંગધ્રા હળવદ રોડ પરના રહેવાસી અને શિક્ષણ વિભાગના કર્મચારી પ્રવીણભાઈ વિરજીભાઈ અંબારીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કોરોના મહામારીને પગલે સરકારનું જાહેરનામું અમલી હોવા છતાં તેનો ભંગ કરીને મોરબીના શકત શનાળા નજીક આવેલી ઓમશાંતિ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આચાર્ય દેવ્જાની લાહેરી અને સંચાલક ઉદયરાજ પટેલે સ્કૂલે શિક્ષણકાર્ય શરુ કરાવ્યું હતું.

શાળા દ્વારા ગંભીર બેદરકારી

શાળાએ 50 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બોલાવી કોરોના સંક્રમણ વધે અને માનવજિંદગી જોખમાય તેવું બેદરકારીભર્યું કૃત્ય કરી જાહેરનામાં ભંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે. એ ડિવિઝન પોલીસે જાહેરનામાં ભંગ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.