ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓએ બોગસ ડોક્યુમેન્ટ મેળવી ડોક્યુમેન્ટ અને ફોટોગ્રાફ અપલોડ કરીને ફરિયાદીની ઓફીસ ખાતેથી GSTનંબર મેળવી તેના આધારે કુલ ૩૮૫૨ બીલ જનરેટ કરી તેમજ સાહેદ બી પી ત્રિવેદીએ કરેલ પ્રાથમિક તપાસમાં આરોપીએ ડોક્યુમેન્ટના પુરાવા કોઈ વ્યક્તિએ યેનકેન પ્રકારે મેળવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેમજ અન્ય આરોપીઓની તપાસ કરતા નહિંમળી આવતા તમામ આરોપીઓએ 98,30,27442વેલ્યુના ઈ વે બીલ જનરેટ કરી GSTરૂપિયા૭૧,૨૬,૩૪૭ તથા SGST૭૧,૭૬,૩૪૮ તેમજ UGSTરૂપિયા૧૬,૩૩,૫૭,૮૭૧ મળી કુલ વેરો રૂ ૧૭,૭૬,૬૦,૫૫૬ સરકારમાં નહિભરી સરકારને વચન આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આરોપીઓએ ૫ થી ૧૦ હજાર રૂપિયા આપીને વિવિધ વ્યક્તિ પાસેથી ઓળખકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મેળવીને ૧૬ બોગસ સિરામિક કંપની બનાવી ઈ વે બીલ જનરેટ કરી કરોડોની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે.