મોરબીઃ જિલ્લામાં એક યુવકને વાહન અકસ્માતમાં શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમનો રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ઈલાજ કરાવવામાં આવ્યો હતો, જોકે ઇલાજ બાદ તેઓને વ્હીલચેરની સહાયતા લેવી પડતી હતી. ત્યારબાદ યુવકે મોરબીની જનરલ હોસ્પિટલમાં સારવાર લેવાનું શરૂ કરતાં તેની પરિસ્થિતિમાં સુધારો આવ્યો હતો. તેમજ હાલમાં તે પથારીવશ સ્થિતિમાંથી સ્વાવલંબી જીવન જીવી રહ્યાં છે.
જિલ્લામાં રવાપર રોડ પાસે રહેતા શૈલેષ જીલરીયાને ગત તા. 18/08/2016ના રોજ મોરબીથી રાજકોટ જતી વખતે રતનપર ગામ પાસે તેમનો કાર અકસ્માત થયો હતો. ત્યારે 108 એબ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલીક પ્રાથમિક સારવાર આપી રાજકોટમાં પ્રથમ સ્ટર્લીંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યાથી તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. જો કે તેમ છંતા તેઓ સ્વસ્થ ન થતા તેમને ગોકુલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી અને હોસ્પિટલ દ્વારા C5-C6 Cervical spineની ગંભીર ઇજા વિશે તેમને જણાવવામાં આવ્યું હતું.
શૈલેષના બંને પગમાં કોઈપણ જાતની મુવમેન્ટ જણાતી નહોતી તેમજ બંને હાથમાં વિકનેસ જણાતી હતી. તે સમયે કુદરતી હાજત ઉપરનો કંટ્રોલ પણ જતો રહ્યો હતો. આ હોસ્પિટલમાં શૈલેષને લગભગ 10 દિવસ દાખલ રાખી સારવાર કરવામાં આવી હતી. આ પ્રકારની મણકાની ગંભીર ઇજા થતાં તેમને ડૉક્ટરે તેમને જણાવ્યું કે તમારે આજીવન વ્હીલચેર પર જ નિર્ભર રહેવું પડશે. તેમજ તેમારૂ સમગ્ર જીવન પરાવલંબી બની રહેશે.
જેથી, તે સમયે તેઓ પથારીવશ હોવાથી ખૂબ જ હતાશ થયા હતા. ત્યારબાદ તેમના ઘરે પ્રાઇવેટ ફીજીયોથેરાપીસ્ટને બોલાવી જરૂરી કસરત શરૂ કરવામાં આવી હતી. લગભગ 6 મહિના સુધી ઘરે ફીજીયોથેરાપી કરવામાં આવી હતી. જેનાથી તેમને આંશિક ફાયદો જણાયો હતો.