ETV Bharat / state

મોરબીના સિરામિક ઉદ્યોગમાં સ્લેબનું ઉત્પાદન, ચીન સહિત અન્ય દેશોમાં થઇ રહ્યું છે એક્સપોર્ટ - ચીનમાં એક્સપોર્ટ

મોરબી: સિરામિક ઉદ્યોગ વિશ્વ વિખ્યાત છે અને મોરબીમાં ઉત્પાદન કરાતી સિરામિક ટાઈલ્સ દુનિયાના વિવિધ દેશોમાં પહોંચે છે. જો કે, મોરબીના સિરામિક ઉદ્યોગને ચીન સાથે સીધી સ્પર્ધા છે. ત્યારે સ્લેબના ઉત્પાદનમાં ચીનને પછાડીને ભારતે ઓવરટેક કરી લીધું છે, એટલું જ નહિ મોરબીમાં ઉત્પાદન કરાતા સ્લેબને ચીનમાં એક્સપોર્ટ કરાય છે અને આ વર્ષે ગત વર્ષ કરતા ચાર ગણા કરતા પણ વધુ એક્સપોર્ટ થયું છે. આ એક્સપોર્ટમાં આવેલો અસાધારણ ઉછાળો વિદેશી હુંડિયામણ કમાઈ આપવામાં પણ ઉપયોગી થઇ રહ્યો છે. ત્યારે મોરબીના કટ્ટર હરીફ એવા ચીનને કેમ સ્લેબનું એક્સપોર્ટ મોરબીથી કરવું પડી રહ્યું છે. આ બાબતમાં કેમ ચીન ભારતનો મુકાબલો ન કરી શક્યું. તો આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં..

morbi
મોરબી
author img

By

Published : Jan 4, 2020, 1:34 PM IST

એક્સપોર્ટ મોરબીના સિરામિક ઉદ્યોગમાં વૉલ, ફ્લોર અને વિટ્રીફાઈડ ટાઈલ્સ તેમજ સેનેટરી વેર્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને હવે ઇટલી અને સ્પેનની આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સ્લેબ ઉત્પાદન શરૂં કરાયું છે. તેની ક્વોલીટી સારી હોવાથી તેની માગ વધુ રહે છે.

આ અંગે સિરામિક એસોસિયેશનના પ્રમુખ જણાવે છે કે, મોરબીમાં ઉત્પાદન કરાતા સ્લેબની માગ ચીન તેમજ અમેરિકા સહિતના દેશમાં થાય છે. કારણ કે, તેનો ઉપયોગ મૉલ, મોટા શૉ રૂમ સહિતના સ્થળોએ થાય છે. મોરબીમાં બનતા સ્લેબની ક્વોલીટી સારી હોવાની સાથે સસ્તી પણ હોવાથી માંગ વધુ રહે છે. હાલ માર્બલને બદલે હવે સ્લેબનો વપરાશ વધ્યો છે. કારણ કે, સ્લેબમાં મનગમતી ડિઝાઇન આપી શકાય છે. તેમજ સાઈઝ મોટી બની શકે છે. તેમજ તે વધુ મજબુત હોવાથી શોપિંગ મોલ જેવા સ્થળોએ તેનો વપરાશ વધ્યો છે.

મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં સ્લેબનું ઉત્પાદન, ચીનમાં એક્સપોર્ટ
મોરબીમાં ઉત્પાદન કરાતા સ્લેબ વિષે ઉદ્યોગપતિ જણાવે છે કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ અગાઉ યુરોપ અને અમેરિકામાં પોતાના વ્યાપારની પાંખો તો ફેલાવી જ ચૂક્યો છે. હવે સિરામિક ઉદ્યોગમાં ભારતના કટ્ટર હરીફ એવા ચીનને પણ પછાડવાની ક્ષમતા ધરાવતો થયો છે. તેમ કહેવામાં અતિશયોક્તિ નહિ કહેવાય કારણ કે, મોરબીમાં બનતી સ્લેબનું ઈમ્પોર્ટ હવે ચીનમાં પણ થાય છે.

Intro:gj_mrb_04_ceramic_china_export_bite_01_pkg_gj10004
gj_mrb_04_ceramic_china_export_bite_02_pkg_gj10004
gj_mrb_04_ceramic_china_export_p to c_pkg_gj10004
gj_mrb_04_ceramic_china_export_visual_01_pkg_gj10004
gj_mrb_04_ceramic_china_export_visual_02_pkg_gj10004          
gj_mrb_04_ceramic_china_export_script_pkg_gj10004
approved by desk
gj_mrb_04_ceramic_china_export_pkg_gj10004         
Body:મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં સ્લેબનું ઉત્પાદન કરી ચીનમાં કરાય છે એક્સપોર્ટ
એન્કર :
         મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વ વિખ્યાત છે અને મોરબીમાં ઉત્પાદન કરાતી સિરામિક ટાઈલ્સ દુનિયાના વિવિધ દેશોમાં પહોંચે છે જોકે મોરબીના સિરામિક ઉદ્યોગને ચીન સાથે સીધી સ્પર્ધા છે અને ચીન સાથે હરીફાઈ કરવી પડે છે ત્યારે સ્લેબના ઉત્પાદનમાં ચીનને પછાડીને ભારતે ઓવરટેક કરી લીધો છે એટલું જ નહિ પરંતુ મોરબીમાં ઉત્પાદન કરાતા સ્લેબને ચીનમાં એક્સપોર્ટ કરાય છે અને ચાલુ વર્ષે ગત વર્ષ કરતા ચાર ગણા કરતા પણ વધુ એક્સપોર્ટ થયું છે અને એક્સપોર્ટમાં આવેલો અસાધારણ ઉછાળો વિદેશી હુંડીયામણ કમાઈ આપવામાં પણ ઉપયોગી થઇ રહ્યો છે ત્યારે મોરબીના કટ્ટર હરીફ એવા ચીનને કેમ સ્લેબનું એક્સપોર્ટ મોરબીથી કરવું પડી રહ્યું છે અને આ બાબતમાં કેમ ચીન ભારતનો મુકાબલો ના કરી શક્યું આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં....
વીઓ : ૧
         મોરબીના સિરામિક ઉદ્યોગમાં વોલ, ફ્લોર અને વિટ્રીફાઈડ ટાઈલ્સ તેમજ સેનેટરી વેર્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને હવે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ થકી મોટી સાઈઝની ટાઈલ્સ બનાવી સકાય છે જે અંગે સિરામિક એસો પ્રમુખ જણાવે છે કે દુનિયામાં સ્લેબ બનાવતી માત્ર ૩૦ કંપની છે જેમાંથી ૧૬ ફેક્ટરી માત્ર મોરબીમાં આવેલી છે જ્યાં સ્લેબ ઉત્પાદન થાય છે અને સ્લેબની ડીમાંડ ચીનમાં વધુ હોય ચાલુ વર્ષે ૩.૧૪ લાખ સ્ક્વેર મીટર સ્લેબનું એક્સપોર્ટ કરાયું છે જે ગત વર્ષની સરખામણીએ સાડા ચાર ગણું વધારે છે જે એક્સપોર્ટ વધવા અને સ્લેબની ડીમાંડ અંગે જણાવે છે કે ઇટલી અને સ્પેનની લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગથી સ્લેબ ઉત્પાદન શરુ કરાયું છે અને તેની ક્વોલીટી સારી હોવાથી તેની માંગ વધુ રહે છે
બાઈટ ૧ : નીલેશ જેતપરિયા – પ્રમુખ, મોરબી સિરામિક એસો.
વીઓ : ૨
         મોરબીમાં ઉત્પાદન કરાતા સ્લેબ વિષે ઉદ્યોગપતિ જણાવે છે કે સ્લેબના ઉત્પાદનમાં એક્સપોર્ટ કરેલ મટીરીયલ્સ વપરાય છે તો ચીન તેમજ અમેરિકા સહિતના દેશમાં ભારતના સ્લેબની ડીમાંડ અંગે જણાવે છે કે તેનો ઉપયોગ મોલ, મોટા શો રૂમ સહિતના સ્થળોએ થાય છે અને મોરબીમાં બનતા સ્લેબની ક્વોલીટી સારી હોય સાથે સસ્તી હોવાથી મોરબીના સ્લેબની માંગ વધુ રહે છે જે એક્સપોર્ટ કરવાથી વિદેશી હુંડીયામણ પણ કમાઈ આપે છે જેથી દેશના વિકાસમાં પણ ઉપયોગી બને છે માર્બલને બદલે હવે સ્લેબનો વપરાશ વધ્યો છે કારણકે સ્લેબમાં મનગમતી ડીઝાઇન આપી સકાય છે તેમજ સાઈઝ મોટી બની સકે છે તેમજ તે વધુ મજબુત હોય જેથી શોપિંગ મોલ જેવા સ્થળોએ તેનો વપરાશ વધ્યો છે અને મોરબીમાં તેનું ઉત્પાદન કરાતું હોય છે ત્યારે ચીન સહિતના દેશો મોરબીમાંથી જ સ્લેબ ઈમ્પોર્ટ કરે છે
બાઈટ ૨ : સાગર પટેલ – ઉદ્યોગપતિ
વીઓ : ૩
         આમ મોરબીનો સિરામિક ઉદ્યોગ અગાઉ યુરોપ અને અમેરિકામાં પોતાના વ્યાપારની પાંખો તો ફેલાવી જ ચુક્યો છે અને હવે સિરામિક ઉદ્યોગમાં ભારતના કટ્ટર હરીફ એવા ચીનને પણ પછાડવાની ક્ષમતા ધરાવતો થયો છે તેમ કહેવામાં અતિશયોક્તિ નહિ કહેવાય કારણકે ચીન જે ભારતની સિરામિક ઇન્ડસ્ટ્રીઝનું હરીફ હોય તેવા દેશને મોરબીમાં બનતી સ્લેબનું ઈમ્પોર્ટ કરવું પડે છે અને ૩.૧૪ લાખ સ્ક્વેર મીટર સ્લેબ એક્સપોર્ટ કરવામાં આવ્યું છે

નોંધ : બંને હિન્દી બાઈટ સાથે મોકલી છે અને હિન્દી પી ટૂ સી સાથે મોકલ્યું છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.