મોરબીઃ વાંકાનેર તાલુકાની મેસરિયા ચેક પોસ્ટ નજીકથી SOG પોલીસે રીક્ષામાં નશીલા દ્રવ્યોની હેરાફેરી કરનાર ત્રણ ઇસમોને દબોચી લઈને પોલીસની ટીમે રીક્ષા અને ગાંજાનો જથ્થો (Cannabis seized from Morbi)તેમજ મોબાઈલ ફોન સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.
નશીલા પદાર્થોની હેરાફેરી કરનાર વિરુદ્ધ પોલીસની કાર્યવાહી
મોરબી એસઓજી ટીમ (Morbi SOG Police )અને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ સંયુક્ત પેટ્રોલીગ દરમિયાન વાહન ચેકિંગ કામગીરી વેળાએ મેસરિયા ચેક પોસ્ટ પાસેથી gj 36 U 6417 રીક્ષા માંથી નશીલા પદાર્થ ઝડપી પાડ્યો હતો. આ નશીલા (Cannabis seized from Morbi)પદાર્થમાં ચાર કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિમત અંદાજે રૂ 40,000 છે. આ સાથે પોલીસે ગાંજાનો જથ્થો, રોકડ 12,500, 2 મોબાઈલ કિમત રૂ 6000 અને રીક્ષા કિમત રૂ 60,000 મળીને કુલ રૂ 1,18,500 નો મુદામાલ કબજે લીધો હતો અને રીક્ષામાં સવાર આરોપીઓ જાદવ ઉર્ફે ભીમા રામા મુંધવા, રાજુ રતનભાઈ શર્મા અને બળદેવ વિરમભાઈ ગમારા એમ ત્રણ આરોપીને ઝડપી લઈને એનડીપીએસ હેઠળ કાર્યવાહી કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં આગળની કાર્યવાહી માટે આરોપીને સોપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ડાકોર ખાતે સરપંચ સન્માન સમારોહમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પગથીયા પરથી લપસી પડ્યા
આ પણ વાંચોઃ Surat Gas Leakage 2022: મૃતકોના પરિવારે કહ્યું- જવાવાળા જતા રહ્યાં, સરકારને જે સારું લાગશે એ કરશે