- સી.એ. એસોસિએશન દ્વારા આધુનિક સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી
- સદભાવના હોસ્પિટલને અર્પણ કરાઈ
- રૂપિયા 18 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી છે આ આધુનિક એમ્બ્યુલન્સ
મોરબીઃ સી.એ એસોસિએશન દ્વારા અંદાજે રૂપિયા 18 લાખના ખર્ચે તૈયાર કરેલી અતિ આધુનિક એમ્બ્યુલન્સ મોરબીની જનતાની સેવા માટે સદભાવના હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હતી. આ માટે ખાસ બે એમ્બ્યુલન્સ ડ્રાઇવરની પણ નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા 65 ટનની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો
આગામી સપ્તાહમાં ન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનના પ્રમુખ વિજય સીતાપરાએ જણાવ્યું હતું કે, અતિ આધુનિક એવી આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા પણ આગામી સપ્તાહમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ અંગે વધુમાં ઉમેરતા સી.એ. રાજેશ એરાણીયાએ જણાવ્યું કે, સી.એ એસોસીએશન મોરબી દ્વારા કોરોના કાળના કપરા સમયે દર્દીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ મોરબીની જનતા માટે અર્પણ કરતા આ એમ્બ્યુલન્સ મોરબી માટે ખૂબ જ મહત્વની સાબિત થશે.
આ પણ વાંચોઃ મોરબીના ઉદ્યોગપતિ દર્દીના વ્હારે આવ્યાં, સારવાર માટે મંગાવ્યા ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન