શનિવારે જનસંઘના સ્થાપક ડો. મુખર્જીના જન્મદિવસ પ્રસંગે ભાજપ દ્વારા રાષ્ટ્રવ્યાપી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 11 કરોડની સભ્ય સંખ્યા ધરાવતા ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. વધુ 9 કરોડ સભ્યો જોડીને પાર્ટીને મજબુત બનાવવા સદસ્યતા અભિયાનનો શુભારંભ કરાયો છે.
સંગઠન પર્વની ઉજવણીમાં સદસ્યતા અભિયાન અન્વયે પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, ભાજપ અગ્રણી મેઘજીભાઈ કણઝારીયા અને પ્રદીપભાઈ વાળા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. સદસ્યતા અભિયાન અંતર્ગત ડૉક્ટર, વકીલ, વેપારીઓ, સામાજિક આગેવાનોને ભાજપમાં જોડવા માટે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું હોવાનું ભાજપ અગ્રણીએ જણાવ્યું હતું