કચ્છના આદિપુરના રહેવાસી બલભદ્રસિંહ છત્રસિંહ ઝાલા પોતાના બાઈક પર મોરબી તરફ આવતા હતા. તે દરમિયાન ત્યારે ટીંબડી પાટિયા નજીક તેનું બાઈક સ્લીપ થતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક આધેડ આદિપુરથી પોતાના બાઈક પર મોરબી લગ્ન પ્રસંગ માટે આવી રહ્યા હોય ત્યારે બાઈક સ્લીપ થતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે તેવા જ એક બીજા બનાવમાં મોરબી નજીકના નાની વાવડી ગામના રહેવાસી હીરાભાઈ રાજાભાઈ ઉભડીયા આજે લખધીરપુર રોડ પરથી બાઈકમાં જતા હોય ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા તેનું મોત નીપજ્યું છે. મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે બનાવને લઇને આગળની વધુ તપાસ હાથ ધરી છે.