મોરબી: શહેરમાં પહેલા મોરબીના યુવાનોએ ચીની મોબાઈલ અને ચીનના રાષ્ટ્રપતિના પુતળા દહન કરી વિરોધ દર્શાવ્યો હતો. તે ઉપરાંત,અન્ય સંસ્થાઓ પણ વિરોધ કરી રહી છે, ત્યારે મોરબીનું મંદિર પણ આ અભિયાનમાં જોડાયું છે.
મોરબીમાં મયુર પુલ પાસે આવેલા શંકર આશ્રમના પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ ‘ચીની પ્રોડક્ટનો ઉપયોગ કરનારને પ્રવેશ કરવો નહિ’ તેવું બેનર લગાવવામાં આવ્યું છે. મોરબીના શિવ મંદિરમાં પણ ચીન સામે આક્રોશ જોવા મળે છે. મંદિર બહાર બેનર લગાવી ચાઇનીઝ વસ્તુ અને મોબાઈલ એપ ઉપયોગ કરનારને મંદિરમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે. જેમ કે, ઓપો અને વિવો મોબાઈલ, ચીની એપ ટિકટોક વગેરે યુઝર્સને મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં.