ETV Bharat / state

Solar water pump system subsidy: અગરીયાઓએની સરકાર સામે માંગ, સોલાર વોટર પંપ સિસ્ટમ યોજનાની સમયમર્યાદામાં વધારો કરો - Social Media

વર્ષ 2017માં રાજ્ય સરકાર દ્વારા પરંપરાગત રીતે પેઢી દર પેઢીથી મીઠું પકવતા 5000 અગરિયાઓને સોલર વોટર પંપ સિસ્ટમ સબસીડીનો (Solar Water Pump System Syubsidy) લાભ (5000 Agaryas benefit solar water pump system subsidy) મળે તે હેતુથી શરૂ કરાયેલી યોજના વધુ ત્રણ વર્ષના સમયગાળા માટે લંબાવવામાં આવે તેવી રજુઆત અગરિયાઓ દ્વારા કરવામાં આવી હતી. સરકારે 5000 અગરિયાઓને લાભ આપવા હેતુથી આ યોજના શરૂ કરી હતી, પરંતુ આજ દિન સુધી માત્ર 2700 જેટલા પરિવારોને સબસીડી ચૂકવવામાં આવી છે. તેથી બાકી રહેલા અગરિયાઓને લાભ મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરાવામાં આવી છે.

Solar water pump system subsidy: અગરીયાઓએની સરકાર સામે માંગ સોલાર વોટર પંપ સિસ્ટમ યોજનાની સમયમર્યાદામાં વધારો કરાય

author img

By

Published : Dec 9, 2021, 11:08 AM IST

  • સોલાર વોટર પંપ સિસ્ટમ સબસીડી યોજના લંબાવવાની માંગ કરાઇ
  • આ યોજના હેઠળ 2700 અગરિયાઓને જ લાભ મળ્યો છે
  • સબસીડીનો લાભ ત્રણ વર્ષ માટે લંબાવવા માંગ કરાઇ

હળવદ: તાલુકાના ટીકર ગામમાં યોજાયેલ એક સંમેલનમાં સોલાર વોટર પંપ સિસ્ટમ સબસીડી (Solar water pump system subsidy) યોજના લંબાવવા અગરીયાઓએ સરકાર સમક્ષ માગણી કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી કુલ 3800 જેટલા પરિવાર દ્વારા સોલાર સિસ્ટમની ખરીદીન (Purchase of solar system by 800 families) કરવામાં આવી છે. આ યોજના સમયે સરકારનો 5 હજાર અગરિયાઓને લાભ આપવાનો લક્ષયાંક (Government target to benefit 5 thousand Agaryas)રાખવામાં આવ્યો હતો જેમાંથી 2700 પરિવારોને આ યોજનાનો લાભ લેવાની તક મળી છે.

સોલર વોટર પંપ સિસ્ટમ સબસીડીથી અગરિયાઓનું સામાજિક સ્તર સુધર્યું

હાલ બાકી રહેલા અગરિયાઓને પણ આ યોજનાનો લાભ મળી રહે તે માટે થઇને સરકારને રજુઆત કરવામાં આવી હતી. આ વિશે અગરિયાઓનું કહેવું છે કે, આ યોજનાના કારણે મહિને 10 થી 15 હજાર રૂપિયા સુધી ડીઝલનો ખર્ચ બચે છે. આ સોલાર સિસ્ટમના માધ્મના લીધે અમારે ડિઝલની જરૂર પડતી નથી (We don't need diesel because of the solar system) જેનાથી ગણતરી કરીએ તો, વાર્ષિક દોઢ લાખ જેટલી બચત માત્ર ડીઝલનો ઉપયોગ ના થવાને કારણે થઈ જાય છે. આનાથી અગરિયાઓનું સામાજિક સ્તર પણ સુધર્યું છે.

આ પણ વાંચો: PVR વાયરસ સામે રક્ષણ માટે હવા શુદ્ધિકરણ સિસ્ટમ સ્થાપિત કરશે

શું કહે છે સામાજિક કાર્યકર હરિણેશ પંડ્યા
સામાજિક કાર્યકર હરિણેશ પંડ્યાએ ETV Bharatને જણાવ્યું હતું કે, પાંચ વર્ષ માટે રાજ્ય સરકારે સોલર વોટર પંપ સિસ્ટમ (Solar Water Pump System) સબસીડી શરૂ કરી હતી. જેનો લક્ષયાંક 5 વર્ષમાં 5 હજાર અગરિયાઓ સુધી સબસીડીનો લાભ પહોંચાડવાનો હતો. હવે આ યોજનાની સમયમર્યાદા પૂર્ણ થવા પર છે, ત્યારે અમે માંગણી કરીએ છીએ કે સબસીડીનો લાભ હજી 3 વર્ષ માટે લંબાવામાં આવે. ગયા બે વર્ષથી કોરોનાને કારણે કામગીરી ધીમી પડી એટલે અત્યાર સુધી તમામ અગરિયાઓને તેનો લાભ મળ્યો નથી. આ સિવાય કેટલાક તત્વો દ્વારા સોશિયલ મીડિયા (Social Media) ઉપર સબસીડીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના ખોટા સંદેશ વાયરલ કરવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણ તથ્ય વિનાના છે. આ યોજનામાં સબસીડી બેંકના માધ્યમથી સીધા તેમના એકાઉન્ટમાં જમા થઈ જાય છે. તેથી અમે વર્તમાન મુખ્યપ્રધાનને રજુઆત કરીએ છીએ કે સબસીડીના સમયમાં શક્ય એટલો વધારવા કરવા અમે અપીલ કરી રહ્યાં છીએ.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ 'ગતિ શક્તિ માસ્ટર પ્લાન' નું લોકાર્પણ કર્યું, જાણો શું છે આ રાષ્ટ્રીય યોજના.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.