ETV Bharat / state

હળવદ-ધાંગધ્રા હાઇવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, 4નું મોત 2 ઇજાગ્રસ્ત - ગુજરાતમાં આજના દિવસે અકસ્માતની ઘટના

મોરબી જિલ્લાના હળવદ-ધાંગધ્રા હાઇવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 4 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

morbi news
morbi news
author img

By

Published : Nov 18, 2020, 10:50 AM IST

Updated : Nov 18, 2020, 12:07 PM IST

  • હળવદ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત
  • ચારના મોત બે ઇજાગ્રસ્ત
  • ત્રણેય યુવાનો કૌટુંબિક ભાઇઓ હતા

મોરબીઃ હળવદ-ધાંગધ્રા હાઈવે રોડ પર આવેલા ‌ઢવાણા ગામના પાટિયા પાસે વડોદરાના સાવલી ગામેથી સામખયારી પાસે લાકડિયા ગામે જઇ રહેલા ત્રણ યુવકોને ઢવાણા ગામના પાટિયા પાસે કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બે ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત બાદ કાર ચાલક ફરાર

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નારા ગામથી ગજેન્દ્રકુમાર જીતેન્દ્રભાઈ પરમાર( ઉ.વ.19 ), વનરાજસિહ અનુપમસિંહ (ઉ.વ.24) અને કેતનસિહ અર્જુનસિંહ (ઉ.વ.19 )ત્રણેય કૌટુંબિક ભાઈઓ બાઈક નંબર GJ6 TC460 લઈને વડોદરાથી સામખીયારી પાસે લાકડીયા ગામે જવા પોતાની બહેનના ઘરે જતાં હતાં. ત્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટિયા નજીક પહોંચતા કાર ચાલકે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.

એકનું મોત

આ અકસ્માતમાં ગજેન્દ્રકુમાર પરમારને ગંભીર ઈજા થતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે વનરાજસિંહ અને કેતનસિંહને ગંભીર ઈજા થતા પહેલા હળવદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો

આ ઘટના અંગે હળવદ પોલીસને જાણ થતા બીટ જમાદાર ‌મહનરભાઈ પ્રજાપતિ તેમજ વિપુલભાઈ પટેલ સહિતના પોલીસકર્મીઓ થતા ઘટનાસ્થળે દોડી કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો.

Last Updated : Nov 18, 2020, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.