મોરબીઃ શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા સવા વર્ષના બાળકને પાડોશમાં રહેતા દંપતીએ અપહરણ કરી ગયા હતા. જેની ફરિયાદ બાળકના પિતા દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. જે બાદ પોલીસને આ બાળક ઇન્દોર નજીકથી મળી આવ્યું હતું.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મૂળ બિહારના વતનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઘર નજીક રહેતા મૂળ મધ્ય પ્રદેશના વતની સંજુ કથૈયા અને તેની પત્ની રેખા કથૈયા સાથે પાડોશી હોવાને નાતે સારા સંબંધો હતા. મંગળવાર રાત્રે બપોરના સુમારે પડોશીના સવા વર્ષના બાળકને કપડા લેવા લઇ જવાનું જણાવી પોતાની સાથે લઇ ગયા હતા. જો કે, બાદમાં બાળક પરત ફર્યું ન હોવાને કારણે બાળકનું અપહરણ થયુ હોવાનું બાળકના પિતાને માલુમ પડ્યું હતું.
બાળકના પિતાએ B ડીવીઝન પોલીસ મથકે પહોંચી બાળકના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે મોરબી LCB અને B ડીવીઝન પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા આરોપીઓ પર ભીસ આવી હતી. આ આરોપી દંપતી બાળકને મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લાના રાઉં પોલીસ મથક વિસ્તારમાં મુકીને નાસી ગયા હતા. આ સાથે એક ચીઠી પણ છોડી હતી, જેમાં બાળકને મોરબીથી અપરહણ કર્યું હોવાનું અને બાળકના પિતા વિષે માહિતી આપી તેમનો મોબાઈલ નંબર લખ્યો હતો. આ બાબતે પોલીસેને જાણ થતા તાત્કાલિક સ્થળ પર પહોંચીને બાળકનો કબ્જો મેળવ્યો હતો. જે બાદ આ બાળકને મોરબી મોકલી દેવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા SPએ આ સમગ્ર ઘટના અંગે માહિતી આપવા જણાવ્યું હતું કે, આરોપી સંજુને બાળક ન હતું અને તે દારૂ પીવાની ટેવ વાળો હતો, જેથી તેની પ્રથમ પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી. તો હાલની આરોપી પત્ની રેખા તેની બીજી પત્નીને છે અને તેની પણ ગુમ થયાની ફરિયાદ મધ્ય પ્રદેશ પોલીસમાં ફરિયાદ નોંધાયેલી છે. તો બન્ને આરોપી દંપતીએ ફરિયાદી જીતેન્દ્ર યાદવના પરિવાર સાથે સંબધ કેળવીને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.