મોરબીના રીધમ ગ્રુપના સભ્યો પોતાના કામ સિવાયના સમયની અંદર શ્રમદાન અને અર્થ દાન કરી ઘણી સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. રીધમ ગ્રૂપના નામ હેઠળ તાજેતરમાં મોરબી વિકાસ વિદ્યાલયના નિમાવતભાઈ અને સ્ટાફના અનુરોધથી એક નવતર પ્રયાસ કર્યો હતો. જેની અંદર 110 જેટલી વિકાસ વિદ્યાલયમાં રહેતી બાળાઓને નવ દિવસનો સમર કેમ્પનું આયોજન કરી કેમ્પ અનુભવ કરાવ્યો હતો.
આ નવ દિવસના સમર કેમ્પમાં બાળાઓને વિવિધ જીવન ઉપયોગી પ્રવૃત્તિઓ જેમ કે અગ્નિ વગરનું ભોજન,ચિત્રકલા, ડેકોરેશન,નૃત્ય, સંગીત, વકૃત્વ અને વિવિધ ભાષાઓમાં પ્રાર્થના જેવી રસપ્રદ કલાઓ શીખવાડવામાં આવી હતી અને કેમ્પના છેલ્લા દિવસે તેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં એમનાં દ્રશ્ય, ચિત્રકામનુ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં બાળાઓના હૃદયસ્પર્શી વકૃત્વ સાંભળવા મળ્યું હતું, ઇશ્કબાઝ દ્વારા પ્રસ્તુત મૃત્ય મનોહર પ્રાર્થના સુંદર મજામાં ડેકોરેશન જોવા મળ્યું હતું. અંતે આ બાળાઓએ અશ્રુભીની આંખે વિદાય આપી અને પોતાની અંદર રહેલી કળાને વિકસાવવા માટે ફરીવાર રીધમ ગ્રુપને આવા આયોજન કરવા માટે અનુરોધ કર્યો હતો.