- મોરબી પોલીસને સફળતા
- મોરબી પંથકમાંથી ટ્રેક્ટર અને મોટરસાયકલ ચોરી કરતો ચોર ઝડપાયો
- પોલીસે 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો
મોરબી: તાલુકા પોલીસ મથક વિસ્તારના આમરણ અને પીપળીયા ચાર રસ્તા પાસેથી ટ્રેક્ટર ટ્રોલી તેમજ બે મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી ટ્રેક્ટર ટ્રોલી અને બે મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 5,30,000 નો મુદામાલ રીકવર કરીને એક આરોપીને ઝડપી લેવાયો છે.
મોરબી પોલીસે ચોરને પકડી તપાસ હાથ ધરી
મોરબી તાલુકા વિસ્તારમાંથી ટ્રેક્ટર ટ્રોલી અને મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા એલસીબી ટીમ કાર્યરત હતા તે દરમિયાન બાતમીને આધારે પીપળીયા ચાર રસ્તા પાસેથી ટ્રેક્ટર નીકળતા રોકી ચેક કરતા ટ્રોલીમાં બે મોટરસાયકલ ભરેલા હતા. જે અંગે પૂછપરછ કરતા અને ઇ- ગુજકોપ એપ દ્વારા સર્ચ કર્યું હતું અને ટ્રેક્ટર ચાલક હસન અલીભાઈ ખમીસાણીયા રહે. વર્ષામેડીની સઘન પૂછપરછ કરતા આમરણ પીપળીયા ચાર રસ્તા પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. તેમજ બે મોટરસાયકલ પણ મળી આવતા 5.30 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ ચલાવી છે.