મોરબી: GIDCના ગેટ નજીક આવેલી ગરમ કપડાના સ્ટોલમાં મોડી રાત્રે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી(fire broke out in a garment market in Morbi) હતી. અને આગે પળવાળમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જ્યાં કડકડતી ઠંડી વચ્ચે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
આગ લાગ્યાનું કારણ અકબંધ: મોરબીમાં GIDCના ગેટ નજીક આવેલી ગરમ કપડાની માર્કેટમાં મોડી રાત્રે અગમ્ય કારણોસર આગ લાગી હતી.આગે થોડીવારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા માર્કેટમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડ્યા હતા.આગને પગલે અફરાતફરી મચી હતી. આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.જોકે આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગને પગલે વેપારીઓને મોટું નુકસાન થયાનો અંદાજ લાગવામાં આવી રહ્યો છે. ફાયર ટીમે કલાકોની જાહેમત બાદ આગ પર કાબુ મેળવી લેતા સ્થનિકોમાંમાં હાશકારો જોવા મળ્યો હતો.