ETV Bharat / state

Falling Car Into A Canal: હળવદના માળિયા નજીક કાર કેનાલમાં ખાબકતા દંપતીનું ઘટના સ્થળે જ મોત - માળીયા પોલીસ

હળવદના અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલ અજિતગઢના નવદંપતિની કાર કેનાલમાં ખાબકતા (falling car into a canal) દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Falling Car Into A Canal: હળવદના માળિયા નજીક કાર કેનાલમાં ખાબકતા દંપતીનું ઘટના સ્થળે જ મોત

author img

By

Published : Jan 15, 2022, 4:28 PM IST

મોરબી: હળવદના અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલ અજિતગઢના નવદંપતિની કાર જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાલા નજીક કેનાલમાં ખાબકતા (falling car into a canal) પરિણીતાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી કલાકોની શોધખોળ બાદ પતિનો મૃતદેહ પણ મળી આવતા નાના એવા અજિતગઢ ગામમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું.

અજીતગઢથી નવદંપતી જતા હતા પ્રસંગમાં

બનાવની મળતી વિગતો મુજબ, હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રાહુલ પ્રવીણ આહીર ઉંમર વર્ષ 22 અને તેમના ધર્મ પત્ની મિતલ રાહુલ આહીર આજે સવારના અજીતગઢ ગામેથી I20 કારમાં માળીયાના મેઘપર ગામે સગાઇના પ્રસંગમાં જવા નીકળ્યા હતા, ત્યારે જુના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા પાસે પસાર થતી વેળાએ માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં તેઓની કાર ખાબકી હતી. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો કેનાલમાં શોધખોળ કરી હતી છે. જોકે મિતલના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યાર બાદ શોધખોળ કરતા કલાકો બાદ રાહુલનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

નવદંપતીના મૃત્યુને પગલે પરિવારજનોમાં શોક ફેલાયો

અકાળે મોતને ભેટનાર રાહુલ અને મિતલના લગ્ન લગભગ 9 માસ પહેલા જ થયા હતા અને આજે કમુર્તા પુરા થતા સગાઈમાં જતી વખતે જ આ દુઃખદ ઘટના બનતા આહીર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો કેનાલ કાંઠે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા માળીયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દંપતિના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા.

આ પણ વાંચો:

અમદાવાદઃ એસ.જી. હાઇવે પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

અમદાવાદમાં અકસ્માતના બે બનાવ, 2ના મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.